માસ્ક વિના મુસાફર જોવા મળશે તો ડ્રાઈવર કરતા કંડક્ટરને બમણી સજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-18 17:00:32
  • Views : 383
  • Modified Date : 2020-08-18 17:00:32

     એસ ટી બસમાં માસ્ક વિના મુસાફરી કરતા પ્રવાસી જોવા મળશે તો ડ્રાઈવર કરતા કંડક્ટરને બમણી સજા કરવાનો આદેશ નગરના ડેપો મેનેજરે કર્યો છે. ઉલ્લેખનીય છે કે બસમાં બેસતા મુસાફર તરફ ડ્રાઈવર કરતા કંડક્ટરનું ધ્યાન વધુ રહેતું હોવાથી તેની જવાબદારી રહેતી હોવાથી નિર્ણય લીધો છે. કોરોનાના વધતા જતા કેસ અને સંક્રમણને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકારે માસ્ક ફરજિયાત કર્યા બાદ તબક્કાવાર દંડની રકમમાં વધારો કર્યો છે. જેમાં સૌ પ્રથમ રૂપિયા 200ના દંડ બાદ રૂપિયા 500નો દંડ અને હાલમાં રૂપિયા 1000 દંડ નક્કી કર્યો છે.ઉપરાંત એસ ટી બસમાં મુસાફરી કરતા પ્રવાસીઓ જો માસ્ક પહેર્યા વિના જોવા મળશે તો તેની પાસેથી દંડ લેવાશે. જ્યારે એસ ટી બસના ડ્રાઈવરને જવાબદાર ગણતા ડ્રાયવરોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. ઉલ્લેખનીય છે કે બસમાં બેસતા મુસાફરની જવાબદારી કંડક્ટરની વધારે હોય છે. આથી એસ ટી નિગમે બસમાં મુસાફરી કરતા મુસાફર માસ્ક પહેર્યા વિના જોવા મળશે તો તેના માટે કંડક્ટરની જવાબદારી વિશેષ છે. આથી માસ્ક વિનાના મુસાફર પાસેથી દંડનીય કાર્યવાહી કરાશે. ઉપરાંત ડ્રાઈવર કરતા કંડક્ટરને બમણી સજા કરવાનો નિર્ણય લીધો હોવાનું એસ ટી ડેપોના કર્મચારીઓમાં ચર્ચા જોવા મળતી હતીઆ મામલે નગરના એસ ટી ડેપોના મેનેજર કિર્તન પટેલને પુછતા જણાવ્યું છે કે કોરોનાની મહામારીમાં એસ ટી નિગમે માસ્ક વિના મુસાફરને બસમાં નહી બેસવા દેવાનો આદેશ કર્યો છે. આથી કંડક્ટરની વિશેષ જવાબદારી હોવાથી માસ્ક વિનાના મુસાફર મળતા ડ્રાઈવર કરતા કંડક્ટરને બમણી સજા કરવાનો નિર્ણય લીધો છે. જો કે, દિવસે ને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે તેના સંક્રમણને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News