કોરોનાના સચોટ નિદાન માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રોજના 70થી 80 ચેસ્ટ એક્સ-રે થાય છે, 7 મહિનામાં 8 હજાર એક્સ-રે થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-22 17:33:44
  • Views : 360
  • Modified Date : 2020-10-22 17:33:44

          કોરોનાના રોગમાં સચોટ નિદાનની ચાવીરૂપ અગત્યતા છે. રેપિડ ટેસ્ટના આગમન પહેલા બ્લડ, યુરીન રિપોર્ટ અને સોનોગ્રાફી સાથે એક્સ-રે ચેસ્ટ દ્વારા જ કોરોનાનું નિદાન થતું હતું અને રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે છતાં દર્દીને લક્ષણો જણાતા હોય તો સચોટ નિદાન માટે ચેસ્ટ એક્સ-રેની ઘણી અગત્યતા છે. સયાજી હોસ્પિટલમાં હાલ કોરોના વોર્ડ અને ઓપીડીમાં કોરોનાના નિદાન માટે રોજેરોજ 70થી 80 એક્સ-રે ચેસ્ટ કરવામાં આવી રહ્યા છે, તેવી જાણકારી આપતાં વહીવટી નોડલ અધિકારી ડો.ઓ.બી. બેલીમે જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન અંદાજે 8 હજારથી વધુ એક્સ-રે લેવામાં આવ્યાં છે.વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી સયાજી અને ગોત્રી દવાખાનાઓમાં ડિજિટલ મશીનની સુવિધા આપવામાં આવી તે પછી કામ સરળ અને ઝડપી બન્યું છે. આ ડિજિટલ મશીનને તબીબોના કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ અને મોબાઈલ સાથે જોડી શકાય છે, જેના પરિણામે તુરંત જ દર્દીના એક્સ-રેનું અવલોકન થઈ શકે છે. આ ડિજિટલ મશીનને સાદા મશીનો સાથે જોડવાની સુવિધાના પગલે હવે તમામ એક્સ-રે ડિજિટલ ટાઇપના મળે છે. દર્દી ICUમાં હોય અને સ્થિતિ ગંભીર હોય તેવા કોરોના દર્દીઓની પરિસ્થિતિમાં સુધાર કે, બગાડ પર ચાંપતી નજર રાખવા દૈનિક એક્સ-રે લેવામાં આવે છે. મશીન પોર્ટબલ હોવાથી ગંભીર દર્દીઓની પથારી સુધી યંત્રને લઇ જઇને એક્સ-રે લઇ શકાય છે.ડિજિટલ એક્સ-રેનો વધુ એક ફાયદો એ છે કે, ભવિષ્યમાં જરૂરિયાત પ્રસંગે નિરીક્ષણ માટે એને મોબાઇલ કે કમ્પ્યુટરમાં સરળતાથી સાચવી શકાય છે. કોરોનાનું મુખ્ય આક્રમણ ફેફસા પર થાય છે અને એક્સ-રેની મદદથી રોગના ઘટાડા કે, વધારાની સતત તાજી જાણકારી મળતી રહે છે, જેના આધારે સચોટ સારવાર અને સારવારમાં ફેરફારની જરૂરના સંકેત મળી રહે છે. ડો.ચેતન મહેતાના વડપણ હેઠળ સયાજી હોસ્પિટલના રેડીઓલોજી વિભાગના કર્મયોગીઓ એ કોરોના યોદ્ધા તરીકે મહામારીની શરૂઆતથી ચાવીરૂપ અને નોંધપાત્ર સેવાઓ દ્વારા દર્દીઓની સાજગી અને જીવન રક્ષામાં ઉપયોગી મદદ કરી છે.

Download Our B K News Today App



Related News