મેં ભૂલથી પણ એવું કોઈ કામ નથી કર્યું કે તમારે નીચું જોવું પડે: આટકોટમાં PM મોદીનું નિવેદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-28 14:15:06
  • Views : 272
  • Modified Date : 2022-05-28 14:15:06


PM મોદી વિપક્ષ પર વાર કરતાં કહ્યું હતું કે, 2014 ગુજરાતમાં એવા અનેક પ્રોજેક્ટો હતાં.દિલ્હીમાં એક સમયે એવી સરકાર હતી કે અહીંના પ્રોજેક્ટમાં એને મોદી દેખાતા, મગજ ફટકે એટલે ફાઈલને તાળુ મારી દે અને તરત પ્રોજેક્ટોને કેન્સલ કરી દેતાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, 2014માં સરદાર સરોવર ડેમ માટે પણ ઉપવાસ કરવો પડ્યો હતો


2001 પહેલા ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજ હતી- PM મોદી


આજે ગુજરાતની ધરતી પર આવ્યો છું, બાપુ અને સરદાર પટેલની ધરતી છે, એઇમ્સનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. 3 કરોડ ગરીબને પાકા મકાન, 10 કરોડને ખુલ્લામાં શૌચમાંથી મુક્તિ,6 કરોડ પરિવારને નલ સે જલ, 50 કરોડ લોકોને મફત સારવાર ફક્ત આકડા નથી પણ ગરીબની ગરીમા સુનિશ્ચિત કરવાનું અમારૂ પ્રમાણ છે.રાજકોટમાં એઇમ્સ, જામનગરમાં મારૂ આયુર્વેદ અને અહીં મિની એઇમ્સ, વાહ મારી બાપુડી. 2001 પહેલા ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજ હતી. અને ડોકટર માટે માંડ 1100 બેઠક હતી.ત્યારે આજે ગુજરાતમાં સરકાર અને પ્રાઈવેટ મેડિકલ કોલેજો મળી 30 કોલેજો એકલા ગુજરાતમાં છે. એટલું નહી દેશના દરેક જિલ્લામાં બનાવવાની ઈચ્છા છે. એક સમય પહેલા માત્ર 1100 બેઠકો હતી. ત્યારે અત્યારે 8000 થી વધુ બેઠકો છે.  


 


આટકોટમાં PM મોદીનું સંબોધન


હોસ્પિટલ સૌરાષ્ટ્રમાં સ્વાસ્થ્ય સેવાઓને ઉત્તમ બનાવવામાં મદદરૂપ થશે, સરકારના પ્રયાસમાં જનતાનો પ્રયાસ જોડાઈ જાય ત્યારે સેવા કરવાની શક્તિ વધી જાય છે. તેમણે ઉમેર્યું હતું કે, મેં ભૂલથી પણ એવું કોઈ કામ નથી કર્યું કે તમારે નીચું જોવું પડે પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ખુશી છે આજ માતુશ્રી કે.ડી. પરવાડિયા હોસ્પિટલનો શુભારંભ થયો છે. હોસ્પિટલ સૌરાષ્ટ્રના સ્વાસ્થ્યને સુધારવાનો પ્રયાસ કરશે. સરકાર સાથે જનતાનો સાથ મળે એટલે હિંમત વધે છે. ભાજપની સરકારે આઠ વર્ષ પુરા કર્યા છે.


 


સભાસ્થળે પહોંચતા કિર્તીદાને મોદીજી ભલે પધાર્યા..ના ગીત સાથે સ્વાગત કર્યું


આટકોટ પહોંચી મોદીએ હોસ્પિટલનું લોકર્પણ કર્યું હતું. બાદમાં હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાઓ નિહાળી હતી. હોસ્પિટલના ડો.ભરત બોઘરાએ એક એક મશીનરીની જાણકારી મોદીને આપી હતી. બાદમાં સભાસ્થળે પહોંચતા કિર્તીદાને મોદીજી ભલે પધાર્યા..ના ગીત સાથે સ્વાગત કર્યું હતું. મોદીએ સ્ટેજ પરથી હાથ ઊંચો કરી જનમેદનીનો આવકાર ઝીલ્યો હતો. આટકોટમાં ભરત બોઘરાએ મોદીને પાઘડી પહેરાવી જસદણનું પ્રખ્યાત આરતીનું મિની નગારૂ ભેટમાં આપ્યું હતું.


 


PM મોદીએ આટકોટમાં પટેલ સમાજ દ્વારા સંચાલિત નવનિર્મિત હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું જે બાદ તેમણે હોસ્પિટલમાં આવેલ ઈમ્પોર્ટેડ મશીનરી અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. નોંધનીય છે કે સમગ્ર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી અહીં પાટીદારોની એક જનસભાને પણ સંબોધિત કરશે.


PM નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે.સૌથી પહેલા જસદણના આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના લોકાર્પણ માટે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં હેલિકોપ્ટર મારફત આટકોટ જવા રવાના થયા હતાં.ત્યાર બાદ આટકોટ પહોંચ્યા બાદ તેઓ કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાપર્ણ કર્યુ હતું.


 


3500 પોલીસ જવાન ખડેપગે


PM મોદીના આગામનને લઈને સૌરાષ્ટ્રભરમાંથી 3 લાખ કરતા વધુ લોકો લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.જે માટે સભાસ્થળની આસપાસ અને નજીક 500 વીઘા જમીનમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાઈ છે. સાથે 600×1200 ફૂટનો વિશાળ મુખ્ય ડોમ અને જાહેર જનતા માટે 4 ડોમ તૈયાર કરવામાં આવ્યો છે તથા 4 હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે. 1500 જેટલા સ્વયંસૈનિકો પાર્કિંગમાં અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે સેવા આપશે. જ્યારે 2000 સ્વયંસૈનિકો બેઠક વ્યવસ્થામાં ખડેપગે રહેશે.


આટકોટને નો-ફ્લાય ઝોન જાહેર કરાયું


ઉપરાંત આજે એક દિવસ માટે આટકોટને નો-ફ્લાય ઝોન જાહેર કરાયું છે. જેને પગલે બે એ૨લાઈન્સ કંપનીની દિલ્હીની ફ્લાઈટનાં સમયમાં ફે૨ફા૨ ક૨વામાં આવ્યો છે. સ્પાઈસ જેટની સવા૨ની દિલ્હી અને ઈન્ડિગોની સવા૨ની દિલ્હી ફ્લાઈટના સમયમાં ફે૨ફા૨ કરાયો છે. 


 


આટકોટની હોસ્પિટલની ખાસિયત શું છે?


આટકોટમાં 200 બેડની પટેલ સમાજ સંચાલિત કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાપર્ણ વડાપ્રધાન નરેન્દ્રમોદી હસ્તે કરાયું છે. 40 કરોડના ખર્ચે બનેલી 200 બેડની ચેરિટી હોસ્પિટલમાં ફાઇવસ્ટાર હોસ્પિટલ જેવી સુવિધાઓ દર્દીઓને રાહત દરે આપવામાં આવશે. હોસ્પિટલમાં 14 કરોડની ઇમ્પોર્ટેડ મશીનરી દ્વારા કેન્સર સહિતના વિવિધ રોગોની તદ્દન નજીવા દરે સારવાર આપવામાં આવશે. અન્ય હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી માટે દોઢ લાખ જેટલો ખર્ચ થાય છે. અહીં માત્ર 40થી 60 હજારમાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવશે. જ્યારે ક્રિટિકલ કેરમાં દાખલ દર્દી પાસેથી રોજ માત્ર 250 રૂપિયા લેવાશે. તેમજ જનરલ વોર્ડના દર્દી પાસેથી રોજનું માત્ર રૂપિયા 150 ભાડું વસૂલાશે. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલનું ભૂમિપૂજન પાંચ વર્ષ પહેલાં 2017માં મોરારિબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના  નિર્માણ માટે લંડન, હોંગકોંગ અને અમેરિકામાંથી પણ દાનનો ધોધ વહ્યો છે


આટકોટની હોસ્પિટલ કઇ સારવાર ફૂલટાઇમ મળશે ?


ફુલટાઈમ ડૉક્ટર તરીકે ગાયનેક કાર્યરત રહેશે
સર્જરી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, મેડિસિન કાર્યરત રહેશે
રેડિયોલોજી, પેથોલોજી, ડેન્ટલ અને ફિઝિયોથેરપી કાર્યરત રહેશે


કે.ડી.પી. હોસ્પિટલનો 4 જિલ્લાના લોકોને મળશે લાભ


સૌરાષ્ટ્રને એઈમ્સની ભેટ મળ્યા બાદ હવે આગામી આજે  આરોગ્ય ક્ષેત્રે વધુ એક ભેટ મળી છે. અને એવી ભેટ હશે જેના કારણે 4 જિલ્લાના લોકોને રાજકોટ અને અમદાવાદ સુધી ગંભીર બીમારીની સારવાર માટે લંબાવું નહીં પડે.  આપણે વાત કરી રહ્યા છીએ જસદણના આટકોટમાં તૈયાર થયેલી કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની.  જેનું આગામી 28મી તારીખે પ્રધાનમંત્રી મોદી લોકાર્પણ કરશે.  


 


ફાઈવસ્ટાર હોસ્પિટલ જેવી સુવિધાઓ અપાશે


હોસ્પિટલનું સપનું એક સામાન્ય પરિવારમાંથી રાજકીય અને સામાજિક સ્તરે આગળ વધેલા ડૉ.ભરત બોધરાનું હતું.  તેમણે હોસ્પિટલ માટે ખુદ 5 કરોડ રૂપિયાનું દાન કર્યું.  સાથે સર્વસમાજને ભગીરથ કાર્યમાં સહભાગી થવા માટે અનુરોધ કર્યો.  અને આજે તેનું પરિણામ હોસ્પિટલ છે. મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ અંગે વાત કરવામાં આવે તો.   200 બેડની હોસ્પિટલને 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.   ચેરિટી હોસ્પિટલમાં ફાઈવસ્ટાર હોસ્પિટલ જેવી સુવિધાઓ આપવામાં આવશે.


એરપોર્ટ પર SPG કમાન્ડો તૈનાત


આજે સવારે 10.30 વાગ્યે મોદી દિલ્હીથી રાજકોટ એરપોર્ટ  ખાતે આવી ગચા છે. જેથી એરપોર્ટ ઉપર વધારાનો પોલીસ બંદોબસ્ત ઉપરાંત SPG કમાન્ડોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત આસપાસના બિલ્ડિંગ ઉપર સ્નાઈપરને પણ ગોઠવી દેવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.


 


 


Download Our B K News Today App



Related News