રોગચાળાનો ભય, આખા વરસનું અનાજ પલળી જતાં ખુલ્લામાં ફેંક્વું પડ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-03 12:27:31
  • Views : 452
  • Modified Date : 2019-08-03 12:27:31

બે દિવસ સુધી ઘરમાં બબ્બે ફૂટ પાણીના લીધે વડોદરાવાસીઓએ ઘરમાં ભરેલું આખા વરસનું અનાજ પલળી-સડી ગયું છે. કોઈ રીતે આ પલળેલા અનાજનો ઉપયોગ કરી નહીં શકાય તેવી ખાતરી થતાં લોકો હવે જાહેરમાં તેને ફેંકી રહ્યા છે. વડોદરામાં કિસનવાડી ગધેડા માર્કેટના ખુલ્લા પ્લોટ સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર પલળેલા અનાજની સાથે નાસ્તા-પૂરી-ફૂડ પેકેટ્સના ઢગલા પણ જોવા મળી રહ્યા છે. આ સંજોગોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હવે આવા સડેલા અનાજના ઢગલા તાકીદે દૂર નહીં કરે તો શહેરમાં મોટાપાયે રોગચાળો ફેલાવાનો ભય પેદા થયો છે.લોકોની તમામ ઘરવખરી પલળી ગઇવડોદરા શહેરના કિશનવાડી ગધેડા માર્કેટ પાસે મુખ્ય રોડ પર અનાજ અને ઘરના સામાનના ઢગલા ખડકાઇ ગયા છે. આ વિસ્તારમાં કેડ સમા પાણી ભરાયેલા હોવાથી ઘર અને દુકાનોનો તમામ સામાન પલળી ગયો હતો. જેથી લોકો અને વેપારીઓએ આ સામાન રસ્તા પર ફેંકી દેવાની ફરજ પડી હતી. વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની 98 ટીમો આજથી સફાઇ કામગીરીમાં લાગી છે. પરંતુ કિશનવાડી વિસ્તારમાં હજુ સુધી સફાઇ માટે કોઇ ટીમ પહોંચી નથી. રસ્તા પર ફેંકી દેવાયેલો સામાન હટાવવામાં નહીં આવે તે રોગચાળો ફાટી નીકળે તેમ છે.સમગ્ર શહેરમાં લોકોએ સામાન ફેંકી દેવી પડ્યોમાત્ર કિશનવાડી જ નહીં સમગ્ર વડોદરા શહેરની આજ સ્થિતિ છે. વડોદરા શહેરમાં જ્યાં પાણી ભરાયા હતા તે તમામ વિસ્તારોમાં લોકોને પોતાનો સામાન ફેંકી દેવો પડ્યો છે. તમામ વિસ્તારોમાં રસ્તા પર આજ રીતે સામાનના ઢગલા જોવા મળી રહ્યા છે.સરકાર અમને મદદ કરે તેવી માંગણીકિશનવાડી ગધેડા માર્કેટ પાસે રહેતી મહિલાએ જણાવ્યું હતું કે, અમારા ઘરનો અનાજ સહિતનો તમામ સામાન પૂરમાં પલળી ગયો છે. હવે અમારી પાસે ખાવા માટે કશું જ બચ્યુ નથી. સરકાર અમને મદદ કરે તેવી અમારી માંગણી છે.અમારી દુકાનનો સામાન પાણીમાં પલળી ગયોસમા સાવલી રોડ પર આવેલા સિદ્ધાર્થ બંગ્લોઝમાં દુકાનના સંચાલક રિતેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અમારી દુકાનમાં 4 ફૂટ સુધી પાણી આવી ગયું હતું. જેથી મારી દુકાનનો એક લાખથી વધુનો સામાન પાણીમાં પલળી ગયો છે.

Download Our B K News Today App



Related News