હવે તમારા WhatsAppનું સ્વરૂપ બદલાઈ જશે, આવી રહ્યું છે નવું ફિચર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-29 12:44:45
  • Views : 525
  • Modified Date : 2019-08-29 12:44:45

વોટ્સએપમાં અવારનવાર નવા ફીચર આવતાં રહે છે, ફટાફટ મેસેજ મોકલવા માટે લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. તાજેતરમાં વોટ્સઍપે તેની વેબ બેસ્ડ પ્લેટફોર્મમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે અને ગ્રૂપ સ્ટિકર લાવવાની તૈયારી પણ કરી હતી, પરંતુ હવે નવા રિપોર્ટ અનુસાર કંપની યુઝર્સ માટે નવું ફીચર લાવી રહ્યું છે જેનાથી વોટ્સઍપની થીમ બદલાઈ જશે.રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે કંપની કસ્ટમ થીમ પર કામ કરી રહી છે જેનાથી વોટ્સઍપમાં આપવામાં આવશે. એ ઉપરાંત શરૂઆતમાં કંપની મલ્ટીપલ થીમ લઈને આવશે જેનો તમે ઉપયોગ કરી શકશો. જણાવીએ કે અત્યારસુધી યુઝર્સ વોટ્સઍપમાં ચેટ્સની બેકગ્રાઉન્ડ ઈમેજ ચેન્જ કરી શકતાં હતાં.સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે વોટ્સઍપ લગભગ થીમ કસ્ટમાઈઝ અથવા મલ્ટિપલ થીમ લઈને આવશે. એટલે કે યુઝર્સ થીમને પોતાની રીતે કસ્ટમાઈઝ કરી શકશે. આ થીમની સાથે ડાર્ક મોડ પણ આવી શકે છે. જોકે હજી સુધી ચોક્કસ જાણકારી મળી નથી કે નવું ફીચર કેટલા સમયમાં લોન્ચ થશે.એ ઉપરાંત પણ કંપની આઈફોન યુઝર્સ માટે ખાસ ફીચરની તૈયારી કરી રહી છે. iPhone X અથવા તેનાથી ઉપરનું મોડલ યુઝર્સ વોટ્સઍપના માધ્યમથી મેમોજી મોકલી શકશે. આ મેમોજી એક રીતે એનિમેશન વાળું મેમોજી છે જે ઓગ્મેંટેડ રિયલિટી બેસ્ટ છે. જેનાથી યુઝર Avtar બનીને Animojiથી સેન્ડ કરી શકો છો. અત્યારે નક્કી નથી કે વોટ્સઍપ પર સ્ટિકર્સની રીતે મોકલી શકાય છે અને GIF બનાવી શકાય છે.



Download Our B K News Today App



Related News