ચેતજો! હવે બેંકના લોકરો પણ સેફ નથી, વડોદરાની ઈન્ડસઈન્ડ બેંકના લોકરમાંથી સોનું ચોરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-26 17:56:43
  • Views : 513
  • Modified Date : 2019-08-26 17:56:43

વડોદરાની માજંલપુરની ઈન્ડસઈન્ડ બેંકના લોકરમાંથી 19.50 તોલા સોનાના દાગીનાની ચોરી થઈ છે.કોઇપણ લોકરની હોય છે 2 ચાવી 

નોંધનીય છે કે, કોઈપણ લોકરની બે ચાવી હોય છે. જેમાં એક ચાવી  બેંક સ્ટાફ અને બીજી ચાવી બેંકના લોકર પાસે હોય છે. બન્ને ચાવી વિના લોકર ખુલી શકતું નથી. જોકે 24 ફેબ્રુઆરીએ રિતેશ ગઢીયાએ ગત 24 ફેબ્રુઆરીએ તેમણે બેંકમાં જઇને દાગીના લોકરમાં મુકયા હતા. બેંકની તપાસ ખાતરીના ઠાગા ઠૈયા ત્યારબાદ 28 જુલાઇએ ફરી બેંકમાં જઇને લોકર ખોલતા ફેબ્રુઆરીમાં મુકેલા દાગીના લોકરમાં જોવા મળ્યા ન હતા. હતપ્રત થયેલા રિતેશ ગઢીયાએ આ મામલા અંગેની જાણ તેમણે તાત્કાલિક બેંક મેનેજરને દાગીના ચોરાયા હોવાની જાણ કરી હતી અને બેંક મેનેજરે પણ તપાસ કરવાની ખાતરી આપી હતી પણ ત્યારબાદ તપાસ અંગે બેંકમાંથી તેમને કોઇ જાણ કરવામાં આવી નહોતી. શું ચોરાયું ?બેંકના લોકરમાં રહેલ સોનાની 2 નંગ કાનસેર સાથેની બુટ્ટી, સોનાની 4 નંગ બંગડી, સોનાની પાતળી ચેઇ્ન અને સોનાનો ઝવેરી બુટ્ટી સાથેનો સેટ અને સોનાની 2 શેર વાળી બોરમાળા તથા મંગળસુત્ર મળીને 19.50 તોલાના દાગીના જેની કિંમત 385000 થવા જાય છે તે ચોરી થઇ હોવાનું તેમણે પોલીસને જણાવ્યું હતું

Download Our B K News Today App



Related News