ડીસામાં ઉશ્કેરાયેલા ટોળાએ હુમલો કરી વાહનોની તોડફોડ કરી, મહિલા ઈજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-07 10:39:28
  • Views : 1197
  • Modified Date : 2020-07-07 10:39:28

 ડીસામાં સામાન્ય બાબતે બોલાચાલી થતા સમાધાનના બહાને આવેલા 30થી વધુ લોકોના ટોળાએ ઠાકોર પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો.જેમાં એક મહિલાને સામાન્ય ઇજા થઇ હતી.જ્યારે ટોળાએ હથિયારો વડે ગાડી,બાઈક અને ઘરમાં તોડફોડ કરી નાસી જતાં પોલીસ ફરીયાદ નોધાઇ છે. ડીસામાં રવિવારે મોડી રાત્રે ઠાકોર પરિવાર પર 30થી વધુ લોકોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો.જેમાં સ્પોર્ટ્સ ક્લબ પાસે રહેતા ભવાનજી મોગતાજી ઠાકોરના સાળાના પુત્ર પ્રકાશ ઠાકોર ઝેરડાથી આવી રહ્યો હતો ત્યારે  સ્પોર્ટ્સ ક્લબ પાસે કેટલાક શખ્સોએ તેને હેરાન કરતા બોલાચાલી થતાંં સમાધાન કરવાના બહાને હેરાન કરનાર માજીરાણા સમાજનું ટોળું ભવાનજી ઠાકોરના ઘરે આવ્યું હતું. સમાધાનના બહાને આવેલા 30થી વધુના ટોળાએ તલવાર અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો અને ઘરમાં તેમજ બાઈક, ગાડી અને એકટીવાની તોડફોડ કરી હતી.સમય સૂચકતા વાપરતા જ ભવાનજી ઠાકોરના પરિવારના લોકો ત્યાંથી નાસી જતા જીવ બચી ગયો હતો.જ્યારે તોડફોડમાં ભવાનજી ઠાકોરના પત્ની મધુબેનને ઈજાઓ થઈ હતી. ભવાનજી મોબતાજી ઠાકોરે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે રાજુભાઇ લાલાજી માજીરાણા,સુરેશભાઇ ચમનભાઇ માજીરાણા,લાલાભાઇ બાબુભાઇ માજીરાણા,દશરથભાઇ લખુજી માજીરાણા અને દિનેશભાઇ લખુજી માજીરાણા વિરૂધ્ધ ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

Download Our B K News Today App



Related News