અકસ્માત બાદ બાઇકચાલકના મિત્રોએ પિતા-પુત્ર પર હુમલો કર્યો, પિતાનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-13 11:29:56
  • Views : 443
  • Modified Date : 2020-03-13 11:29:56

 રામોલમાં રિક્ષા બાઇક સાથે ટકરાતા બાઇકચાલકે તેના મિત્રને ફોન કરાવ્યો હતો. અકસ્માત સ્થળે પહોંચેલા તેના મિત્રએ રિક્ષામાં બેઠેલા પિતા પુત્રમાંથી પિતાને માર મારતા ગંભીર ઇજાઓના કારણે તેમનું મોત થયું હતું. રામોલમાં રહેતા રાકેશ પટેલ અને તેના પિતા રમેશ પટેલ જનતાનગર તલાવડી પાસેથી રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે સામેથી એક બાઈક તેમની રિક્ષા સાથે ટકરાતા બાઇકચાલક પટકાયો હતો. દરમિયાન બાઇકચાલકના 3 મિત્રો ત્યાં આવ્યા હતા અને રાકેશ અને તેના પિતા રમેશ પટેલને કહ્યું હતું કે ‘અકસ્માતમાં તમારે સમાધાન કરાવું હોય તો દોઢ લાખ રૂપિયા આપી દો નહીં તો હાથ પગ તોડી નાખીશું’. ત્યારબાદ તેઓએ રમેશભાઈને પેટ, છાતી અને માથાના ભાગે માર માર્યો હતો. ત્યારબાદ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનની બહાર બંનેને ઉતારીને ચાલ્યા ગયા હતા. રમેશભાઈને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મોત થતા સમગ્ર બનાવ હત્યામાં ફેરવાયો હતો.

Download Our B K News Today App



Related News