ડીસાના માધવી સ્વીટમાં અંગત અદાવતમાં હુમલો ત્રણ ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-03 15:02:26
  • Views : 2992
  • Modified Date : 2020-03-03 15:02:26

ડીસાના માધવી સ્વીટમાં અંગત અદાવતમાં હુમલો  ત્રણ ઘાયલ

ડીસા શહેરમાં આવેલ માધવી સ્વીટમાં થોડા દિવસ અગાઉ થયેલ મારામારીની અંગત અદાવત રાખી અજાણ્યા શખ્સો દ્વારા માધવી સ્વીટના સંચાલકો પર  હુમલો કરવામાં આવતા ત્રણ જણને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમને તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લા સહિત ડીસા શહેરમાં મારામારીની ઘટનાઓ જાણે ન જેવી બની ગઇ હોય તેમ એક પછી એક મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે. ક્યારેક લોકો સામાન્ય બાબતમાં આવેશમાં આવી જઈ મારામારી  કરતા હોય છે તો ક્યારેક અંગત અદાવત રાખી હુમલો કરતા હોય છે. આવી મારમારીની ઘટનામાં ક્યારેક અનેક લોકો ગંભીર રીતે ઘવાતા હોય છે. બીજી તરફ ડીસા શહેરમાં ક્રાઈમની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે એક પછી એક ક્રાઈમના બનાવો હવે રોજબરોજ બની રહ્યા છે. ત્યારે આવો જ એક બનાવ ડીસા શહેરમાં બનવા પામ્યો હતો. થોડા દિવસ અગાઉ માધવી સ્વીટના સંચાલકો દ્વારા ડુપ્લિકેટિંગ બિયારણ મામલે માળી સમાજના લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં માળી સમાજના ૨ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જ્યાં આ મામલે સામસામે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી. જે બાબતની અંગત અદાવત રાખી આજે માળી સમાજના અજાણ્યા શખ્સો દ્વારા માધવી સ્વીટની દુકાન પર જઈ તેના સંચાલક પર તિક્ષણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં માધવી સ્વીટના સંચાલક અને અન્ય બે લોકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યાં તેમને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ  તેમની હાલત વધુ ગંભીર હોવાના કારણે વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બનતા ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલમાં ચૌધરી સમાજના લોકોના ટોળેટોળા ઉમટી પડ્‌યા હતા.


Download Our B K News Today App



Related News