કેવું સોહામણું લાગે છે નઇ......સોળે કળાએ ખીલેલું મારું ગુજરાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-23 13:14:28
  • Views : 494
  • Modified Date : 2020-08-23 13:14:28

      ગુજરાતમાં આ વર્ષે સિઝનનો સારો વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે ક્યાંક તારાજી જેવા દૃશ્યો સર્જાયા છે તો ક્યાંક કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય તેવા દૃશ્યો કેમેરામાં કેદ થયા છે. આજે અમે અહીં ગુજરાત રાજ્યની એવી જ કેટલીક તસવીરો પ્રસ્તૃત કરી રહ્યાં છીએ. જેમાં સૌંદર્ય સજીને બેસેલી એક નવોઢાની જેમ ગુજરાતના આ વિસ્તારો ખીલી ઉઠ્યા છે. આ નજારો જોઇને મન કહી ઉઠે છેકે કેવું સોહામણું લાગે છે નઇ સોળે કળાએ ખીલેલું મારું ગુજરાત.શ્રીકાર વર્ષા પછી રણની કાંધીએ નખત્રાણા તાલુકાના આ ડુંગરે લીલુડી ચાદર ઓઢીને સોળ શણગાર સજ્યા છે. અત્યારે કોઇ પણ ધિણોધર જાય તો હિમાલય સાંભરે એવું પ્રાકૃતિક સૌંદર્ય ખિલ્યું છે.ધરમપુરથી આશરે 40 કિમી દૂર મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા મોટી કોરવડમાં સહ્યાદ્રીની પર્વતમાળાએ વર્ષા ઋતુમાં લીલી ચાદર ઓઢી લેતા નયનરમ્ય દ્રશ્ય સર્જાયું છે. સારા વરસાદને પગલે પાર નદીના ખળખળ વહેતા થયેલા નવા નીરથી મોટી કોરવડનો આ વિસ્તાર ખીલી ઉઠયો છે. તામછડીના અનેક ઘાટ પસાર કરી મોટી કોરવડમાં ઊંચાઈ ધરાવતા આ વિસ્તારમાંથી નીચે ભયાનક ખીણમાંથી સહ્યાદ્રીની પર્વત માળા વચ્ચેથી નીકળતી પાર નદી તથા પર્વતો વચ્ચેના ગુલાબી વાદળોને લઇ દ્રશ્યમાન છે....

Download Our B K News Today App



Related News