હોટલમાં મજૂરી કામ કરતા 6 બાળ મજૂરોને બચાવાયા, ચામુંડા રેસ્ટોરન્ટ- નવાબ ટી સામે ગુનો દાખલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-27 15:28:26
  • Views : 434
  • Modified Date : 2020-02-27 15:28:26

 જિલ્લા બાળ અને શ્રમ વિભાગ તથા પોલીસે રિંગરોડની ચામુંડા ટી અને કતારગામની નવાબ ટીમાં કામ કરતા કુલ 6 બાળ મજૂરોને છોડાવી ચિલ્ડ્રન હોમમાં મોકલી આપ્યા છે. ચાઇલ્ડ લેબર વિભાગની ટાસ્ક ફોર્સની ટીમે અને પોલીસની ટીમે રિંગરોડ સબજેલની સામે આવેલી ચામુંડા રેસ્ટોરન્ટમાં છાપો મારી મજૂરી કરી રહેલા 2 તરૂણોને છોડાવ્યા હતા. જ્યારે કતારગામ હોડી બંગલા ખાતે આવેલી નવાબ ટી સ્ટોલમાં મજૂરી કરી રહેલા 3 બાળકો અને 1 તરૂણ મળીને કુલ 4 બાળ મજૂરોને છોડાવી ચિલ્ડ્રન હોમમાં મોકલી આપ્યા હતા. આ બાળકોમાં 3 રાજસ્થાન, 2 પ.બંગાળ અને 1 યુપીનો છે. 10 થી 16 વર્ષના આ બાળકો પાસે બપોરે 12થી રાત્રે 12 વાગ્યા સુધી મજૂરી કરાવી રૂ.6થી 8 હજારનો પગાર ચૂકવાતો હતો. બનાવ અંગે પોલીસે ચામુંડા રેસ્ટોરન્ટના માલિક મફતલાલ કેશાજી પુરોહિત(રહે,વિધાતા એપાર્ટમેન્ટ, રંગ અવધૂત સોસાયટી, માતાવાડી, વરાછા) તથા નવાબ ટી સ્ટોલના માલિક કરામુલ્લા સલામુલ્લા શેખ (રહે,હોળી બંગલા )ની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News