તપતું ગુજરાત / કામ વિના બહાર ના નીકળતા! આ શહેરમાં રેડ ઍલર્ટ જાહેર, સૌરાષ્ટ્રમાં પણ 'અગનવર્ષા'નું યલો ઍલર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-12 16:17:22
  • Views : 304
  • Modified Date : 2022-05-12 16:17:22

 

અમદાવાદમાં બે દિવસ રેડ એલર્ટ જાહેર

રાજ્યમાં બે દિવસ માટે હિટવેવની આગાહી

સૌરાષ્ટ્રમાં કેટલાંક વિસ્તારમાં પણ યલો એલર્ટ જાહેર

 

રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. અમદાવાદમાં 47 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે અમદાવાદમાં ફરી વાર બે દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કાળઝાળ ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.

 

રાજ્યમાં બે દિવસ માટે હિટવેવની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આજે રાજ્યમાં તાપમાન 45 ડિગ્રી સુધી રહી શકે છે. બે દિવસ સુધી તાપમાન 45 ડિગ્રી રહેશે તેવી આગાહી કરાઇ છે.
કેટલાંક વિસ્તારમાં રેડ એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે. સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં બે દિવસ માટે હિટવેવની આગાહી કરાઈ છે. ઉત્તરી પશ્ચિમી પવનના કારણે તાપમાનમાં વધારો થશે. રાજ્યના કચ્છ, રાજકોટ અને ભાવનગરમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.

 

બે દિવસ બાદ દક્ષિણી પવન ફૂંકાવવાનું શરુ થશે

ગત રોજ અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. ત્યારે અમદાવાદમાં 45.8 અને સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાઇ ચૂક્યું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં કેટલાંક વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. બે દિવસ બાદ દક્ષિણી પવન ફૂંકાવવાનું શરુ થશે. સાથે હવામાન વિભાગે એમ પણ જણાવ્યું કે, ગરમીના પારામાં બે ડિગ્રીનો ઘટાડો આવી શકે છે. હાલમાં સાઈક્લોનની કોઈ અસર નથી જોવા મળી રહી. જો કે પવનની દિશાના કારણે તાપમાનમાં ઉતાર-ચઢાવ આવતું રહેશે.

 

Download Our B K News Today App



Related News