સરકારી કોટેજ હોસ્પિટલ ભગવાન ભરોસે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-25 07:17:45
  • Views : 449
  • Modified Date : 2019-04-25 07:17:45

યાત્રાધામ અંબાજી ગુજરાત અને ભારત દેશનું લોકપ્રિય શક્તિપીઠ છે. આ ધામ ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલુ માં અંબાનું ધામ છે. અહીં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના વિવિધ વિભાગોમાં જીઆઇએસએફએસના ગાર્ડ ફરજ બજાવે છે. પણ આમાના કેટલાંક ગાર્ડ સારી ફરજ સમયસર બજાવતા નથી અને રફુચક્કર થઇ જાય છે, કાંતો ચાલુ નોકરીએ સુઈ જાય છે. આવો જ એક બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
અંબાજી મંદિર હસ્તકનું કોટેજ હોÂસ્પટલ ૧ ઓગસ્ટ ૨૦૧૮ થી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ હસ્તકનું હોÂસ્પટલ બન્યુ છે. ત્યારે આ હોÂસ્પટલ અંબાજી ગામથી ૩ કિમી દૂર જંગલમા આવેલુ હોઈ અહીં સવાર - બપોર -સાંજ અને રાત્રે જીઆઇએસએફએસના ગાર્ડ મુકવામાં આવે છે પણ આમના કેટલાક ગાર્ડ પોતાની ફરજ બજાવતા નથી અને રાત્રે અહીં આવતા દર્દીઓને ભારે તકલીફો થઇ રહી છે. આવો જ એક કિસ્સો સામે આવતા હોÂસ્પટલ વિભાગમાં ચાલતી લાલીયાવાડી ખુલ્લી પડી છે. તારીખ ૨૨ એપ્રિલના રોજ રાત્રે ૧૧ વાગે અહીં ફરજ બજાવતા જીઆઇએસએફએસના ૨ ગાર્ડ નોકરીમાં નાઈટ ડ્‌યુટી કરવાની જગ્યાએ સુઈ ગયા હતા. અને પોતાના વાહનો પા‹કગમાં  મુકવાની જગ્યાએ છેક અંદર હોÂસ્પટલના પ્રિમાયસીસમાં  મુકી હતી. આમ કોઈ પા‹કગમાંથી વાહનો ચોરાય તો ચાલે પણ સીક્યુરિટીના વાહનો ન ચોરાવા જોઈએ.
આ સીક્યુરીટી ગાર્ડ પર કાયદેસર કાર્યવાહી કરી સસ્પેન્ડ કરાય તેવી માંગ ઉઠી છે અને હોÂસ્પટલના સત્તાધીશો આ મામલે કેમ ચેકિંગ કરતા નથી અને દરેક વિભાગમાં કોણ હાજર છે અને કોણ ગેરહાજર છે તેનો રીપોર્ટ કરતા નથી.  ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તરફથી આ મામલે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અંબાજીની જનતા કરી રહી છે.

Download Our B K News Today App



Related News