ચીનમાં હોસ્પિટલો હાઉસફુલ તો ક્વોરન્ટાઇન માટે નથી જગ્યા, હવે માત્ર આટલાં દિવસમાં મેડિકલ જથ્થો થઇ જશે ખાલી!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-17 12:20:19
  • Views : 474
  • Modified Date : 2022-03-17 12:20:19

 

ચીનમાં કોરોનાના કેસો વધતા તજજ્ઞોનું કહેવું છે કે, આવનારા સપ્તાહમાં ચીનની સ્વાસ્થ્ય સેવાઓ પર દબાવ વધારે વધી શકે છે. ચીનમાં છેલ્લાં 10 અઠવાડિયામાં 14,000 થી વધુ કેસ નોંધાયા છે. એવું માનવામાં આવે છે કે, ઓમિક્રોનના કારણે કેસો સતત ઝડપથી વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં ચીને અનેક શહેરોમાં લોકડાઉન લગાવવું પડ્યું છે. એવી આશંકા સેવાઇ રહી છે કે, ચીનની અર્થવ્યવસ્થા પર પણ તેની માઠી અસર પડી શકે છે.

ચીનના કેટલાંક વિસ્તારો તો પહેલેથી જ આ સંકટનો સામનો કરી રહ્યાં છે. વાસ્તવમાં અહીંના લોકોને ટેસ્ટ માટે ઘણું કષ્ટ ઉઠાવવું પડી રહ્યું છે. માત્ર એટલું જ નહીં, ચીનની સખ્ત 'ઝીરો કોવિડ પોલિસી' હેઠળ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યાં છે. ચીનમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત જિલિનમાં હોસ્પિટલોમાં ક્વોરન્ટાઇન કરવા માટે જગ્યા ઓછી પડી રહી છે. આવી સ્થિતિમાં લોકોને ક્વોરેન્ટાઈન કરવા માટે હંગામી હોસ્પિટલો બનાવવામાં આવી રહી છે. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, અહીં કોરોનાને રોકવા માટે માત્ર 2-3 દિવસનો જ મેડિકલ સપ્લાય ઉપલબ્ધ છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના એપિડેમિયોલોજીના પ્રોફેસર ચેન ઝેંગમિને જણાવ્યું કે, સંક્રમણને રોકવા માટે પ્રતિબંધો સહિતના વર્તમાન પગલાં પૂરતા છે કે કેમ તે નિર્ધારિત કરવા માટે આગામી બે અઠવાડિયા પૂરતા છે. ગયા વર્ષની જેમ આ વખતે પણ આ પગલાં બાદ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ શકે છે.


ચીને કોરોના વિરૂદ્ધ 'ઝીરો કોવિડ પોલિસી' અપનાવી છે. જેમાં, સંક્રમિતોની ઓળખ કરવામાં આવે છે, પછી તેઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવે છે. ચીનમાં અંદાજે 90% વસ્તીએ કોરોનાની રસી મેળવી લીધી છે. જો કે, ચાઇનીઝ નિષ્ણાંતો એવો દાવો કરી રહ્યાં છે કે, પર્યાપ્ત વૃદ્ધ લોકોને બૂસ્ટર ડોઝ નથી લાગ્યાં કે જે સંક્રમણ અને મૃત્યુનું જોખમ ઊભું કરે છે. એ પણ સ્પષ્ટ નથી કે ચીનની રસી ઓમિક્રોનને રોકવામાં કેટલી અસરકારક છે

ચીનના અનેક શહેરોમાં લોકડાઉનના કારણે લોકોને ઘરમાં કેદ રહેવાની ફરજ પડી છે. 17 મિલિયનની વસ્તી ધરાવતા શેનજેનમાં લોકોને કહેવામાં આવ્યું કે, ઘરનો એક જ સભ્ય બે કે ત્રણ દિવસમાં એક વખત જરૂરી વસ્તુઓ લેવા માટે બહાર જઈ શકે છે. શેનજેનના લોકોએ આ પ્રતિબંધો પર સવાલ ઉઠાવ્યાં છે. શેનજેનના રહેવાસી પીટર કહે છે કે, ઓમિક્રોન સામે લડવાનો આ યોગ્ય રસ્તો નથી. તેમણે કહ્યું કે, અમે વિદેશમાં જોયું છે કે ઓમિક્રોન શરદીની જેમ હોય છે. તેનાથી અનેક લોકો સાજા પણ થઇ ગયા છે. તો પછી આપણને શા માટે કેદ કરવામાં આવી રહ્યાં છે?

Download Our B K News Today App



Related News