સચિનમાં ગરીબ મજૂરો માટે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખુલ્લી મુકાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 17:34:01
  • Views : 351
  • Modified Date : 2020-03-12 17:34:01

સચિન વિસ્તારમાં આવેલા એપેરલ પાર્ક નજીક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખુલ્લી મુકવામાં આવી છે. ગરીબ,જરૂરીયાતમંદ,નિરાધાર કારીગરો,મજૂરો અને કર્મચારીઓની સાથે સામાન્ય લોકો સુધી સારી સુવિધા પહોંચી શકે તે માટે નાયસા હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. હોસ્પિટલ શરૂ કરનાર નરેશ શાહએ જણાવ્યું હતું કે,મારા પિતા મુંબઈમાં ડોક્ટર તરીકે સેવા આપે છે. મારી ઈચ્છા હતી કે, સામાન્ય અને તેનાથી નીચેના ગરીબોને પણ સારી સુવિધા મળવી જોઈએ. જેથી અમે ચાર મિત્રોએ થઈને આ હોસ્પિટલની શરૂઆત કરી છે. અત્યાધુનિક સુવિધાથી સજ્જ આ હોસ્પિટલમાં તમામ વર્ગના લોકો સુવિધા ઉભી કરાઈ છે. જનરલ સર્જન ડો. આનંદ બક્ષીએ જણાવ્યું હતું કે, 36 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં હેલ્થ ચેકઅપથી લઈને આઈસીયુ અને એનઆઈસીયુની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સચિન વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીઝ વધુ આવેલી હોવાથી આગના બનાવો વખતે દાઝેલા દર્દીઓને સુવિધા ઝડપથી અને સારી મળી રહે તે હેતુથી અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ચાર તબીબો હોસ્પિટલમાં સતત સેવા આપશે જ્યારે અન્ય હોસ્પિટલમાંથી પણ ડોક્ટર સેવા આપવા માટે આવશે.

Download Our B K News Today App



Related News