પાલનપુરમાં કોવીડ હોસ્પિટલ આગળ પાણી ભરાતા દર્દી અને ડોક્ટરો હેરાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-13 11:10:48
  • Views : 574
  • Modified Date : 2020-07-13 11:10:48

શનિવારે સાંજે પડેલા પોણા ઇંચ વરસાદમાં સિવિલમાં ઠેર ઠેર પાણી ભરાતા દર્દીઓ અને ડૉક્ટરોએ હેરાન થવાનો વારો આવ્યો છે. જોકે વરસાદ શનિવારે પડ્યા બાદ રવિવાર સુધી પણ પાણી નીકળવાની કોઇ વ્યવસ્થા થઈ શકી ન હતી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના પાર્કિંગ એરિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે તંત્ર દ્વારા રવિવાર સવારે સુધી પણ પાણી નીકાળવાની કોઈ જ વ્યવસ્થા ના કરતા દર્દીઓએ હાલાકી ભોગવવી પડી હતી. 

Download Our B K News Today App



Related News