ઇડરના ઓડા સીઆરસી કોઓર્ડિનેટરને હનીટ્રેપમાં ફસાવી રૂ. 10 લાખ માગ્યા, પોલીસે આખી ગેંગ પકડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-20 11:59:46
  • Views : 476
  • Modified Date : 2020-03-20 11:59:46

 ઇડર રહેતા અને ઓડા સીઆરસી કોઓર્ડીનેટરને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી ભાણપુર ગામની ગૃહિણી હોવાની ઓળખ આપી મેસજની આપલે કર્યા બાદ 12 મી માર્ચે વીડીયો કોલ કરી વિશ્વાસમાં લઇ બીજા દિવસે ખેડબ્રહ્મા મંદિરે મળવા બોલાવી 13 મી માર્ચે વિજયનગર ત્રણ રસ્તા પાસે મળી ત્રણેક કલાક સાથે ફરી છૂટા પડ્યા બાદ થોડીવારમાં જ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવાની ધમકી આપી રૂ.10 લાખની માંગણી કરાઇ હતી. ભોગ બનનારે પોલીસનો સંપર્ક કર્યા બાદ શિક્ષકો, ડોક્ટરો, અધિકારીઓને હની ટ્રેપમાં ફસાવી લાખો ઉઘરાવનાર 11 મહિલા - પુરુષની આખીને આખી ગેંગ ઝડપી પાડી હતી. ઇડરની તિરૂપતિ સોસાયટીમાં રહેતા કલ્પેશકુમાર અમૃતલાલ પટેલ(42) ઓડા સીઆરસી કોઓર્ડીનેટર - શિક્ષક તરીકે નોકરી કરે છે. તેમના ફેસબુક એકાઉન્ટ પર રીન્કુ પટેલના નામથી ફ્રેન્ડ રીકવેસ્ટ આવતાં કલ્પેશ કુમારને મેસજની આપેલ દરમિયાન ભાણપુરની ગૃહીણી તરીકે ઓળખાણ આપી હતી. તા.12-03-20 ના રોજ રીન્કુ પટેલ નામની યુવતીએ ફેસબુક મેસેન્જર પર વિડીયો કોલીંગ કરી કલ્પેશકુમારને વિશ્વાસમાં લઇ તા.13-03-20 નારોજ ખેડબ્રહ્મા મંદિરે મળવાની વાત કરતાં કલ્પેશકુમાર તા.13-03-20 નારોજ બપોરે ખેડબ્રહ્મા જવા નીકળતા રીન્કુ નામની યુવતી વિજયનગર ત્રણ રસ્તાથી કારમાં બેઠા બાદ તેની બહેનપણી વડાલી ઉભી છે તેને પણ સાથે લઇ લઇએ કહી કાજલ નામની યુવતીને વડાલીથી બેસાડી પરત ઇડર બાજુ આવ્યા હતા અને ઇડર કાકલેશ્વર રોડ પર અડધો કલાક બેઠા બાદ ત્યાંથી વડાલી તરફ નીકળી ધરોઇ ડેમ તરફના રસ્તે ગયા હતા અને ત્યારબાદ પરત આવતા બંનેને વિજયનગર ત્રણ રસ્તા ઉતારી કલ્પેશકુમાર તેમના ઘેર ગયા હતા. સાંજે વડાલીના વકીલનો કલ્પેશકુમારના ભાઇ પર ફોન આવ્યો હતો અને કહ્યુ હતુ કે તમારા ભાઇ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા દાંતાના રાજુભાઇ અને એક મહિલા પત્રકાર આવ્યા છે તમે વડાલી આવો જેને પગલે કલ્પેશકુમારના પિતા વડાલી ગયા હતા તે વખતે હાજર વ્યક્તિઓ પૈકી એક જણાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો અધિકારી હોવાનુ જણાવ્યુ હતુ યુવતી ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાવવાની ધમકી આપી તે વખતે જ રૂ.50 હજાર કઢાવી લીધા હતા અને સમાધાન માટે 10 લાખ માંગી બે ચાર દિવસની મુદત આપી હતી. સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ચૈતન્ય મંડલીકે જણાવ્યુ કે તમામ નામ અને પાત્ર ડમી હતા. સવારે ત્રણને પકડ્યા બાદ તાત્કાલિક ટીમો બનાવી વધુ 8 ને ઝડપી પાડવામાં આવ્યા હતા. રાકેશ કોદરભાઇ પટેલ અને અંજના ઉર્ફે સંગીતા ઉર્ફે કીસ્મત કોદરસિંહ ચંપાવતની પૂછપરછ કરતાં આખીયે ગેંગે સાબરકાંઠા સહિત સુરત, પાટણ, મોડાસા, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં સારા પ્રતિષ્ઠિત 28 થી વધુ વ્યક્તિઓને હની ટ્રેપમાં ફસાવી મોટી રકમ પડાવ્યાની કબૂલાત કરી છે. પોલીસે આટલું રિકવર કર્યું - રૂ.50 હજાર રોકડા, બે કાર, એક બાઇક - પ્રેસ રિપોર્ટરનું ખોટું ઓળખ કાર્ડ, - 8 મોબાઇલ કલ્પેશકુમારે ઇડર પોલીસનો સંપર્ક કર્યા બાદ હની ટ્રેપનો અણસાર આવત પોલીસે વિજયનગર ત્રણ રસ્તે ટ્રેપ ગોઠવી હતી અને રૂ.10 લાખ લેવા આવતાની સાથે રાકેશ કોદરભાઇ પટેલ (મૂળ રહે.જાંબુડી તા. હિંમતનગર હાલ રહે. નરોડા અમદાવાદ) અંજના ઉર્ફે સંગીતા ચંપાવત (રહે.નરોડા અમદાવાદ) શૈલેષકુમાર સુરેશભાઇ પટેલ (રહે. નવા તા. હિંમતનગર) ને ઝડપી પાડ્યા હતા. 1. મુખ્ય સૂત્રધાર : રાકેશ કોદરભાઇ પટેલ (મૂળ રહે. જાંબુડી હાલ રહે. નરોડા અમદાવાદ), 2. બોગસ મહિલા પત્રકાર : અંજના ઉર્ફે સંગીતા કિસ્મત કોદરસિંહ ચંપાવત (મૂળ રહે.રૂદરડી તા.ઇડર હાલ રહે.નરોડા અમદાવાદ), 3. બોગસ ક્રાઇમ બ્રાન્ચ અધિકારી : શૈલેષ સુરેશભાઇ પટેલ (રહે. નવા ત. હિંમતનગર), 4. હની ટ્રેપ કરનાર : ભારતીબેન ઉર્ફે રીન્કુ સુરેન્દ્રસિંહ ચૌહાણ (રહે. નરોડા અમદાવાદ), 5. ભારતીનો બોગસ પતિ : યતીન્દ્રસિંહ ભાનુપ્રતાપસિંહ ભાટી (રહે. નરોડા અમદાવાદ), 6. ભારતીની ડમી માતા : મેરૂન્નીસા રફીકભાઇ શેખ (રહે. હિંમતનગર RTO વિસ્તાર), 7. ભારતીની સહાયક : કાજલ ઇંદુભાઇ પ્રજાપતિ (રહે. ભાણપુર તા. ઇડર), 8. જરૂર મુજબનુ પાત્ર : ગીરીશભાઇ ઇશ્વરભાઇ પ્રજાપતિ (રહે. રતનપુર તા.ઇડર), 9. યુવતીની માતા : ધર્મીષ્ઠાબેન ચંપકલાલ રાણા (રહે. નરોડા અમદાવાદ), 10. મળવા જતુ બીજુ પાત્ર : અંકીતાબેન પ્રકાશભાઇ રાણા (રહે. નરોડા અમદાવાદ), 11. માતા સાસુનો રોલ : જ્યોતિકાબેન રમણલાલ ભટ્ટ (રહે. ગાંધીનગર)

Download Our B K News Today App



Related News