કેનેડામાં ઘર, મોંઘી કાર ને કરોડોની નેટવર્થ; એક શો માટે 18 લાખ રૂપિયા ચાર્જ કરતો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-31 16:33:30
  • Views : 817
  • Modified Date : 2022-05-31 16:33:30


28 વર્ષીય પંજાબી સિંગર સિદ્ધૂ મૂસવાલાની હત્યાથી આખા પંજાબમાં સન્નાટો છે. માતા ચરણજીતને કોઈ હોશ નથી તો પિતા ભાંગી પડ્યા છે. તેમણે મુખ્યમંત્રી ભગવંત માનને પત્ર લખીને ન્યાયની અપીલ કરી છે. સિદ્ધૂ મૂસેવાલાની ઘાતકી હત્યાથી ચાહકો નહીં, સેલેબ્સ પણ આઘાતમાં છે. સિદ્ધૂ મૂસેવાલાના મનસા સ્થિત ગામ મૂસા શોકમાં ગરકાવ છે. ઘરની બહાર લોકોના ટોળે ટોળા ઉમટ્યાં છે


સિદ્ધૂ મૂસેવાલાની સપનાની હવેલી
સિદ્ધૂ પોતાની હવેલીને 'મહેનત કા મહલ' કહેતો હતો. એક સમયે અહીંયા ખુશીઓ હતી, પણ આજે દુઃખ ને હતાશા જોવા મળે છે. સિદ્ધૂ લક્ઝૂરિયસ લાઇફ જીવતો હતો. સિદ્ધૂનું કેનેડામાં પણ એક ઘર છે.


મોંઘા સિંગર્સમાંથી એક
સિદ્ધૂની ગણના પંજાબના મોંઘા સિંગર્સમાં થતી હતી. તેને મોંઘી કાર ને બાઇકનો શોખ હતો. પંજાબ વિધાનસભામાં સિદ્ધૂએ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી, પરંતુ તે હારી ગયો હતો. વિધાનસભા ચૂંટણીમાં દાખલ કરેલી એફિડેવિટ પ્રમાણે, તેની પાસે જીપ, ફોર્ચ્યુનર તથા રેન્જર રોવર જેવી કાર હતી. ઉપરાંત મર્સિડિઝ પણ હતી. કાર ઉપરાંત તેની પાસે બુલેટ તથા ટ્રેક્ટર પણ હતું.


લાખોમાં ફી હતી
વેબ પોર્ટલ પંજાબી સેલિબ્રિટીના અહેવાલ પ્રમાણે સિદ્ધૂ નાઇટ ક્લબના એક શો માટે 6-8 લાખ રૂપિયા ફી લેતો હતો, જ્યારે લાઇવ શોની ફી 15-20 લાખ રૂપિયા હતી.


30 કરોડની સંપત્તિનો માલિક
સૂત્રોના મતે, સિદ્ધૂ પાસે પાંચ લાખ રૂપિયા રોકડા હતા, 18 લાખની જ્વેલરી હતી. બેંકમાં પાંચ કરોડ હતાં. જમીન સહિતની પ્રોપર્ટીની કિંમત 8 કરોડ રૂપિયા હતી. સિદ્ધૂની નેટવર્થ 30 કરોડ રૂપિયા હતી.


હત્યાના એક દિવસ પહેલાં સિક્યોરિટી ઘટાડવામાં આવી
નોંધનીય છે કે પંજાબના સિંગર સિદ્ધુ મૂસેવાલાની રવિવાર, 29 મેના રોજ દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પંજાબના માનસાના જવાહર ગામમાં AN 94થી ફાયરિંગ કરીને સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી. પંજાબ સરકારે એક દિવસ પહેલાં સિક્યોરિટી ઘટાડી હતી. પહેલાં સિંગર પાસે 10 ગન મેન હતા, પરંતુ સરકારે સંખ્યા ઘટાડીને 2 કરી હતી. પોલીસે કેનેડા બેઝ્ડ ગોલ્ડી બરાર તથા લોરેન્સ બિશ્નોઈને હત્યાના આરોપી ગણાવ્યા છે.


 


 


 


Download Our B K News Today App



Related News