બનાસકાંઠામાં હોળી-ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 13:22:08
  • Views : 369
  • Modified Date : 2020-03-12 13:22:08

બનાસકાંઠામાં હોળી-ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ

બનાસકાંઠામાં હોળી-ધુળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.જેમાં નાના ભૂલકાઓ સહિત મોટેરાઓ અબીલ-ગુલાલથી ધુળેટી રમી

પાણીનો બચાવ કર્યો હતો.હોળી-ધુળેટી પર્વ નાના ભુલકાઓ સહિત મોટા વ્યક્તિઓનો પ્રિય તહેવાર માનવામાં આવે છે. જેથી ધુળેટી પર્વની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. જેથી સોમવારે હોળીકાનું દહન કરી મંગળવારે ધુળેટી પર્વના દિવસે પાલનપુર શહેરમાં ધુળેટી પર્વની ધામ-ધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આબુ હાઇવે સ્થિત આવેલ ન્યુ પાલનપુરમાં આવેલી બાલાજી સિટી, તિરૂપતિ રાજનગર, સાકાર સહિતની સોસાયટીઓમાં ધુળેટી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાલાજી સોસાયટીના રહીશો દ્વારા કેમીકલયુક્ત કલરોથી દૂર રહી અબીલ અને ગુલાલથી ધુળેટી રમી પાણીનો બગાડ થતો અટકાવી પાણીનો બચાવ કર્યો હતો. તેમજ સોસાયટીના રહીશોમાં એકતાની ભાવના કેળવાય તે માટે સાંજે સોસાયટીના તમામ વ્યક્તિઓએ ભેગા મળી ભોજન ગ્રહણ કર્યુ હતુ. જેમાં સોસાયટીના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Download Our B K News Today App



Related News