મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજ્જયંત, રૈવત, રૈવતક અને જુનાગઢ ગિરિનગર, જીર્ણદુર્ગના નામથી ઓળખાતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-25 14:31:10
  • Views : 423
  • Modified Date : 2020-10-25 14:31:10

               ગઈકાલે શનિવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયાના સૌથી મોટા ગિરનાર ટેમ્પલ રોપવેનું ઈ-લોકાર્પણ કર્યુ હતું. આ ટેમ્પલ રોપવે જમીનથી 3300 ફૂટની ઉંચાઈએ આવેલા અંબાજી મંદિર સુધી જશે. ત્યારે અંબાજી મંદિરના ઈતિહાસ વિશે જણાવીએ તો આ મંદિર સોલંકી રાજાના જૈન મુખ્યમંત્રી વાસ્તુપાલે 13મી સદીમાં બંધાવ્યું હતું. ટેમ્પલ રોપવેની ભેટ મળતા જ હવે યાત્રિકો 8 મિનીટમાં જ અંબાજી મંદિરે પહોંચી મા અંબાજીના દર્શન કરી શકશે. જ્યારે પગપાળા 4 કલાક જેટલો સમય લાગે છે. અંબાજી મંદિરની 120, 125 અને 151 વર્ષ જૂની તસવીરો ગુજરાત હિસ્ટ્રી નામના ટ્વીટર એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવી છે.સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઇતિહાસ ઉજળો છે. મગધના નંદવંશનો નાશ કરી, ગણરાજયોને ખતમ કરી, ભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે 322 પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જુનાગઢ (ગિરિનગર)માં પુષ્યગુપ્ત નામનો પોતાનો સુબો મૂક્યો હતો. પુષ્યગુપ્તે સુવર્ણસિકતા નદી પર સુદર્શન નામનું સરોવર બંધાવ્યું હતું. સમ્રાટ અશોકના તુસાચ્ય નામના સૂબાએ તેમાં નહેરો ખોદાવી સિંચાઈનું કાર્ય કર્યુ હતું. સ્કંદગુપ્તના પર્ણદત્ત નામના સૂબાએ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલા સુદર્શન તળાવને ફરી બંધાવ્યું હતું. આ મૌર્ય વંશના રાજાઓ એ કોતરાવેલ શિલાલેખો દ્વારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિદ્ધિ અપાવી છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજ્જયંત, રૈવત, રૈવતક અને જુનાગઢ શહેર ગિરિનગર, જીર્ણદુર્ગનાં નામથી ઓળખાતું હતું.ગિરનારનાં દર્શને આવનાર દરેક યાત્રાળુઓ ઘણી વખત બધા જ શિખરો ઉપર ચડી શકતા નથી. પરંતુ જમીનથી લગભગ 3300 ફુટની ઉંચાઈએ આવેલા અંબાજી મંદિરે પહોંચીને ધન્યતા અનુભવે છે. ગિરનાર ચડતી વખતે પ્રથમ પગથિયાની આસપાસનાં સ્થળને ભવનાથ તળેટી કહે છે. ત્યાંથી ચડવાની શરૂઆત કરીએ એટલે પાંડવ ડેરી, હનુમાન વાલુની આંબલી, ધોળી ડેરી, કાળી ડેરી અને ભરથરીની ગુફા જેવાં સ્થાનો આવે છે. આ ભરથરીની ગુફા પાસે ગિરનારમાં બરોબર અર્ધચઢાણે માળી પરબની જગ્યા આવે છે. અહીં 13મી સદીમાં બંધાયેલો કુંડ છે.

Download Our B K News Today App



Related News