પાલનપુરના વાસણ (ધા) ગામે હિંસક પ્રાણી દેખા દેતાં ફફડાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-09 13:53:48
  • Views : 2543
  • Modified Date : 2020-03-09 13:53:48

પાલનપુરના વાસણ (ધા) ગામે હિંસક પ્રાણી દેખા દેતાં ફફડાટપગના પંજા ઉપરથી દીપડો હોવાનું વન વિભાગનું અનુમાન શનિવારે મોડી રાત્રે જંગલી હિંસક પ્રાણીએ દેખા દેતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ પ્રસરી ગયો હતો. પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે શનિવારે રાત્રે ૩ કલાકના સુમારે ખેતર વિસ્તારમાં જંગલી હિંસક પ્રાણીએ દેખા દીધી હતી.  આ અંગે સેધાભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, અમારી ગાય વીઆઈ હોવાથી ખેતરોમાં રાતવાસો કરવા ગયા હતા. ત્યારે ઉમરદશી નદી તરફથી એક જંગલી પ્રાણી ઘસી આવ્યું હતું. જે કુતરાઓની પાછળ દોડયું હતું.  પ્રાણી આવતાં ગાયો ભેંસો મોટા અવાજે ભાભરવા લાગ્યા હતા. કુતરાઓ પણ મોટા અવાજે ભસતા હતા. આથી આજુબાજુના ખેડૂતો પણ જાગી ગયા હતા. અને લાકડીઓ લઈને દોડયા હતા. જોકે, આ પ્રાણી કોઈ નુકશાન પહોંચાડયા વગર રાત્રીના અંધકારમાં નદી તરફ પુનઃ દોડી ગયું હતું. બીજા દિવસે સવારે પ્રાણીના પગના  પંજાના નિશાનના ફોટા વન વિભાગને મોકલ્યા હતા.


Download Our B K News Today App



Related News