હિંદુભાઈઓએ રોજાનું ઈફતાર કરાવી કોમી એકતાની મિશાલ કાયમ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-04 12:21:01
  • Views : 471
  • Modified Date : 2019-06-04 12:21:01

સિદ્ધપુરમાં દરેક પ્રસંગોની સેવાસભર ઉજવણી કરવા માટે જાણીતા ઉદ્યોગપતિ-દાતા અને જીઆઈડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપૂતે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે એક મુસ્લિમ ભાઈઓના રોજાનું ઈફતાર કરાવી ખુદાની બંદગી કરીને કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ મુસ્લિમ ભાઈઓએ પણ ભાઈચારાની ભાવનાથી આ પ્રસંગને ભાવભેર માણ્યો હતો. ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલની ઉપસ્થિતિમાં પત્રકારો સાથેની વાતચીતમાં બલવંતસિંહ  રાજપૂતે જણાવ્યું હતું કે મને તમામ કોમના માણસો ભાઈચારાથી રહે એ ખુબ જ પસંદ છે અને ર૦૧૧ માં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓના એક મિત્રમંડળની મીટિંગમાં અમે નક્કી કર્યુ હતુ કે પ્રતિવર્ષ રમજાન માસમાં ર૭ રોજાના દિવસે ઈફતાર પાર્ટીનું આયોજન કરવું અને તે જ વર્ષે ભવ્ય ઈફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી સમગ્ર વિસ્તારમાં ખુબ જ સારો મેસેજ પાસ થયો હતો. તે ઉપરાંત રોઝદાર ઈન્સોનોના રોજા છોડાવવામાં અપાર પૂણ્ય પણ મળે છે. ત્યારથી પ્રતિવર્ષ નિયમિત રમજાન માસમાં ર૭ માં રોજાના દિવસે ઈફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે અને આગામી વર્ષોમાં પણ આ ભાઈચારાના પ્રતિકરૂપે કાર્યક્રમને ચાલુ રાખીશું. ઈફતાર પાર્ટીમાં અજીતભાઈ મારફતિયા, વિનુભાઈ પ્રજાપતિ, શંભુભાઈ દેસાઈ, વિક્રમસિંહ ઠાકોર, વિષ્ણુ પ્રસાદ ઠાકર, જશુભાઈ પટેલ, રાજુભાઈ ઠક્કર, ચીનુભાઈ બ્રહ્મભટ્ટ, કેશરભાઈ ચૌધરી, વિષ્ણુભાઈ પટેલ, ભરતભાઈ મોદી, રાજીવ પાધ્યા, નારીભાઈ આસનાની, જે.ડી.પટેલ, સુરપાલસિંહ રાજપૂત, સવજીભાઈ ચૌધરી, બાબુભાઈ ચૌધરી વિગેરેએ ઉપસ્થિત રહી મુસ્લિમભાઈઓને રમજાન માસની શુભેચ્છાઓ પાઠવી હતી.ઈફતાર પાર્ટીને સફળ બનાવવા ફારૂકભાઈ નાંદોલીયા, મહેરઅલી કોનર, અયુબભાઈ પઠાણ પત્રકાર, કૈયુમભાઈ પોલાદી, પ્રો.નાગોરી વિગેરેએ જહેમત ઉઠાવી હતી. મૌલવી અશરફ શેરાએ દેશ અખંડિત રહે અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆ કરાવી હતી. 


Download Our B K News Today App



Related News