પાકિસ્તાન / કરાંચીના હિન્દુ મંદિરમાં તોડફોડ, દેવી-દેવતાઓની મૂર્તિઓને કરાઈ ખંડિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-10 12:40:36
  • Views : 343
  • Modified Date : 2022-06-10 12:40:36

 

કિસ્તાનમાં ફરી એક વખત ધાર્મિક ઉત્પીડનની ઘટનાઓ સામે આવી છે. કરાંચી શહેરમાં એક હિન્દુ મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે કરાંચીના કોરંગી વિસ્તારમાં આવેલા મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી છે. ઉપરોક્ત ઘટનાથી કરાંચી ખાતેના અને તેમાં પણ ખાસ કરીને કોરંગી વિસ્તારના હિન્દુ સમુદાયના લોકો ખૂબ જ ગભરાયેલા છે. જ્યાં આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે.

આ વિસ્તારના રહેવાસી એવા હિન્દુ સમાજના એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે બાઈક ઉપર આવેલા 6 થી 8 લોકોએ મંદિર ઉપર હુમલો કર્યો હતો. આ સાથે જ તેમણે હુમલો કોણે કર્યો અને શા માટે કર્યો તેની જાણ ન હોવાનો પણ ઉલ્લેખ કર્યો.

કોરંગીના સ્ટેશન ઈન્ચાર્જ ફારૂક સંજરાનીએ જણાવ્યું કે 5 થી 6 અજાણ્યા શખ્સો મંદિરમાં પ્રવેશ્યા હતા અને તોડફોડ કરીને ભાગી ગયા.તેમણે કહ્યું કે મંદિર ઉપર હુમલો કરનારા અજાણ્યા લોકોની સામે કેસ નોંધવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ ઘણી વખત પાકિસ્તાનમાં હિન્દુ મંદિરોને ટોળા દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે.

 

 

Download Our B K News Today App



Related News