ભૂતડીઝાંપા વિસ્તારમાં લાવારીસ ભિક્ષુકનું મૃત્યુ થતાં હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓએ મળીને અંતિમ વિધી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-31 16:17:07
  • Views : 373
  • Modified Date : 2020-08-31 16:17:07

    વડોદરા શહેરના ભૂતડીઝાંપા બસ સ્ટોપ પાસે ભીખ માંગીને ગુજરાન ચલાવતા મુસ્લિમ ભિક્ષુકનું કુદરતી મોત નીપજ્યું હતું. લાવારીસ ભિક્ષુક માટે હિંદુ-મુસ્લિમ અગ્રણીઓ વારસ બનીને તેઓની અંતિમ વિધિ કરી હતી. અને માનવધર્મનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.કારેલીબાગ ભૂતડીઝાંપા બસ સ્ટેન્ડમાં અબ્દુલભાઇ દીવાન નામનો ભિક્ષુક દિવસે બસ સ્ટોપ તેમજ આસપાસમાં ભીખ માંગીને ગુજરાન ચલાવતો હતો અને ભૂતડીઝાંપા બસ સ્ટેન્ડમાં રાતવાસો કરી દિવસો પસાર કરતો હતો. ભૂતડીઝાંપા વિસ્તારમાં ફરીને અબ્દુલ દીવાન ભીખ માંગતો હોવાથી વિસ્તારના લોકો તેઓને સારી રીતે પરિચયમાં હતા. ભીક્ષુક મોટી ઉંમરના હોવાથી તેઓનું કુદરતી મોત નીપજ્યું હતું.કોમી એકતાની મિશાલ જોઇને સ્થાનિક લોકો આંસુ રોકી શક્યા નહીંભિક્ષુક અબ્દુલ દીવાનનું મોત નીપજ્યું હોવાની જાણ સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ, સ્થાનિક દુકાનદારો તેમજ ગંગાનાથજી સતનાથ પંથના આદેશનાથજીને થતાં તેઓ પહોંચી ગયા હતા. અને હિંદુ-મુસ્લિમોએ ભેગા મળીને મુસ્લિમ ભિક્ષુકની અંતિમ વિધિ કરી હતી. અને સૌથી ઉત્તમ ધર્મ માનવ ધર્મનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હિંદુ-મુસ્લિમે ભેગા મળી એક લાવારીસ ભિક્ષુકની સન્માન પૂર્વક અંતિમ વિધિ કરવાનું બીડું ઝડપતા સ્થાનિક લોકો પોતાના આંસુ રોકી શક્યા ન હતાઆ ભિક્ષુકના મૃતદેહ ઉપર સ્થાનિક હિન્દુ-મુસ્લિમ લોકોએ ફૂલ ચઢાવી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી અને રામ-રહીમ સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના-દુઆ કરી હતી. આ બનાવની જાણ થતાં કારેલીબાગ પોલીસ પણ પહોંચી ગઇ હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ભિક્ષુક અબ્દુલ રહીમનું મૃત્યુ ભૂતડીઝાંપા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

Download Our B K News Today App



Related News