હિંડનબર્ગના રિપોર્ટને સાચો ના માની શકાય!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-25 15:45:35
  • Views : 74
  • Modified Date : 2023-11-25 15:45:35

હિંડનબર્ગ રિસર્ચ એન્ડ અદાણી ગ્રુપ કેસની સુનાવણી શુક્રવારે એટલે કે આજે સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં થયેલા ખુલાસા અંગે અરજદારની અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટને સાચા નિવેદન તરીકે માની શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે વધુમાં કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટની સત્યતા ચકાસવા માટે કોઈ માધ્યમ નથી, જેના કારણે તેણે સેબીને આ મામલાની તપાસ કરવા જણાવ્યું છે. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.એસસી બેન્ચે કહ્યું કે અમારે હિંડનબર્ગ રિપોર્ટને હકીકતમાં સાચો માનવાની જરૂર નથી. સેબી આ અંગે તપાસ કરી રહી છે. બીજી તરફ પિટિશન દાખલ કરનારા લોકોનું કહેવું છે કે માર્કેટ રેગ્યુલેટર સેબીની ગતિવિધિઓ શંકાસ્પદ છે, કારણ કે તેમની પાસે 2014થી સંપૂર્ણ વિગતો છે. તેમનો દાવો છે કે ડિરેક્ટોરેટ ઓફ ઈન્ટેલિજન્સે 2014માં સેબીના ચેરમેન સાથે સંપૂર્ણ વિગતો શેર કરી હતી.સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજદારને પૂછ્યું કે સેબીની તપાસ પર શંકા કરવા માટે પુરાવા ક્યાં છે? કોર્ટે આ સવાલ ત્યારે પૂછ્યો જ્યારે અરજદારોએ કહ્યું કે સેબીએ તપાસ પૂરી કરી લીધી છે પરંતુ કોઈ ખુલાસો કર્યો નથી. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે તપાસ પહેલા જ સેબીની તપાસનું આકલન કેવી રીતે કરી શકીએ.સેબીના સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું કે અરજી દાખલ કરવામાં આવી છે, જે સેબીના સભ્યો વિરુદ્ધ દાવા કરે છે. સોલિસિટર જનરલે કહ્યું કે સેબી સામે તિરસ્કારની અરજી દાખલ કરવામાં આવી હતી, જેણે માત્ર 10 દિવસના વિલંબ સાથે તપાસ પૂર્ણ કરી છે.24 જાન્યુઆરીએ અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગે ગૌતમ અદાણીની તમામ કંપનીઓને લઈને એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જ્યારે અદાણી ગ્રુપે આ અહેવાલને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો હતો. આ અહેવાલ આવ્યા બાદ અદાણી ગ્રૂપના તમામ શેરમાં ભારે ઘટાડો થયો હતો અને તેમની મિલકતને પણ ભારે નુકસાન થયું હતું. બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને હવે આ કેસની સુનાવણી ચાલી રહી છે.

Download Our B K News Today App



Related News