હિમેશ રેશમિયાની ફિલ્મમાં રાનૂ મંડલને મળ્યું બીજુ ગીત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-31 17:18:09
  • Views : 711
  • Modified Date : 2019-08-31 17:18:09

ટેલેન્ટ આપને ક્યાંથી ક્યાં લઇ જઇ શકે છે. તેનો જીવતો જાગતો નમૂમો છે. રાનૂ મંડલ. એક સમય હતો જ્યારે તે કોલકત્તાનાં રેલવે સ્ટેશન અને ગલીઓમાં ફરી ફરીને ગીત ગાતી હતી. અને પોતાનું પેટ ભરતી હતી. તો હવે એક બાદ એક રાનૂએ ઘણાં ગીત ગાયા. હવે રાનૂનાં ફેન્સને આ જાણીને ખુશી થશે કે રાનૂ મંડલને વધુ એક ગીત ગાવાની તક મળી છે. હાલમાં જ હિમેશે તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની એક ઝલક શેર કરી છે.હિમેશે રાનૂનો નવો વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, 'ઐતિહાસિક બ્લોકબસ્ટર ગીત. 'તેરી મેરી કહાની' બાદ રાનૂ મંડલની ખૂબસૂરત અવાજમાં ફિલ્મ 'હેપ્પી હાર્ડી ઔર હીર'નું નવું સોન્ગ 'આદત' રેકોર્ડ કર્યું છે. આ ગીતની નાનકડી ઝલક છે. આલાપ અને વોઇઝ ઓવર જ 'હેપ્પી હાર્ડી ઔર હીર'ની થીમ છે. આપનાં પ્રેમ અને સપોર્ટ માટે ધન્યવાદ'આપને જણાવી દઇએ કે આ સોન્ગમાં ફક્ત આલાપ જ છે. કદાચ હિમેશે તેની ફિલ્મનું બીજુ ગીત પહેલેથી જાહેર કરવાં માંગતો નથી. તેથી જ આ ગણતરીની સેકેન્ડ્સનો વીડિયો તેણે શેર કર્યો છે. આ વીડિયોમાં મળેલાં રિએક્શનને જોઇને તો આપને રાનૂની જબરદસ્ત ફેન ફોલોઇંગનો અંદાજ થઇ જશે. દરેક રાનૂની જાદૂઇ અવાજનાં વખાણ કરી રહ્યાં છે. એવામાં કેટલાંક રિએક્શન રાનૂનાં પહેલાં સોન્ગને પણ મળી રહ્યાં છે.રાનૂ બોલિવૂડની પ્લેબેક સિંગર બની ગઇ છે. તેને સોશિયલ મીડિયા દ્વારા ઓળખ મળે ગણતરીનાં જ દિવસો થયા હતાં કે તેણે સ્ટારડમ મેળવી લીધુ છે. હવે જો તેની બાયોપિક પણ બનવા લાગે તો પણ નવાઇ નહીં. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, રાનૂ મંડલની બાયોપિક બનવા જઇ રહી છે. અને તેને પ્રોડ્યુસ રિશિકેશ મંડલ કરે તેવી પુરેપુરી શક્યતા છે.

Download Our B K News Today App



Related News