વેન્ટિલેટર પર રહેલા કોરોનાના દર્દી માટે હાઇ ફ્લો નેઝલ થેરાપી અસરકારક, એક મિનિટમાં 75 લીટર હ્યુમિડીફાઇડ ઓક્સિજન સુધી આપી શકાયઃ સોલા સિવિલના પ્રોફેસર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-03 15:55:08
  • Views : 450
  • Modified Date : 2020-09-03 15:55:08

     કોરોનાના સામાન્ય લક્ષણો હોય તો દર્દી ઝડપથી સાજો થઇ જાય છે, પરંતુ કોરોનાની ગંભીરતા વધતા દર્દીને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. સોલા સિવિલમાં ICUમાં દાખલ દર્દીની સારવાર અને દેખરેખ એનેસ્થેશિયા વિભાગ દ્વારા કરવામાં આવે છે. ત્યારે વેન્ટિલેટરની સારવારમાં લેટેસ્ટ તકનીક હાઇ ફ્લો નેઝલ થેરાપી યુનિટ વિશે એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉ. જે.સી. મકવાણાએ જણાવ્યું છેકે, નોઝલ થેરાપી યુનિટ 75 લીટર હ્યુમિડીફાઇડ ઓક્સિજન પ્રતિ મિનિટ સુધી આપી શકાય છે. જે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ઘણું અસરકારક છે.એનેસ્થેસિયા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. જે.સી. મકવાણાએ જણાવ્યું છેકે, દર્દી સભાન અવસ્થામાં હોય અને તેના શરીરમાં જ્યારે ઓક્સિજનની માત્રા અથવા સંતુલન ઓછું થતુ જણાય ત્યારે તેને આ નેઝલ થેરાપી યુનિટ પર રાખવામાં આવે છે. સામાન્ય રીતે મોઢા પર માસ્ક લગાડીને નાક વાટે ઓક્સિજન પહોંચાડવામાં આવતું હોય છે જે દર્દીને અન્ય ક્રિયાઓમાં ઘણી તકલીફ ઉભી કરતુ હોય છે, દર્દીને જમવામાં તેમજ પાણી પીવામાં પણ ઘણી તકલીફો ઉભી થતી હોય છે, જ્યારે આ નેઝલ થેરાપીમાં ફક્ત પાતળી પાઇપ વાટે નાક મારફતે દર્દીના શરીરમાં ઓક્સિજન પહોંચાડવામાં આવે છે, જેથી દર્દીને અન્ય ક્રિયાઓમાં કોઇપણ જાતની તકલીફ ઉભી થતી નથી. દર્દી સામાન્ય રીતે વાત ચીત કરી શકે છે.સોલા સિવિલ હોસ્પિટલમાં 70 વર્ષીય અરુણભાઇ જ્યારે કોરોના સંક્રમિત થઇ સારવાર અર્થે હોસ્પિટલમાં આવ્યા ત્યારે તેમને સામાન્ય માસ્ક લગાડી ઓક્સિજન પર મુકવામાં આવ્યા હતા પરંતુ ઓક્સિજનનું સંતુલન ન જળવાતા તેમને હાઇ ફ્લો નેઝલ ઓક્સિજન યુનિટ પર મુકવામાં આવતા તેમના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ 98-99 ટકા સુધી જળવાઇ રહ્યું હોવાનું સોલા સિવિલના એનેસ્થેસિયા વિભાગના ડૉ. અલકા શાહ જણાવે છે.

Download Our B K News Today App



Related News