સાંસદો-MLA સામેના કેસ મુદ્દે હાઇકોર્ટની સુઓમોટો, સુનાવણી 4 નવેમ્બરે હાથ ધરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-30 14:00:42
  • Views : 1470
  • Modified Date : 2020-10-30 14:00:42

           સુપ્રીમના આદેશ બાદ હાઇકોર્ટે ધારાસભ્યો અને સાંસદ સામેના કેસ ઝડપથી ચલાવવા નીચલી કોર્ટને આદેશ કર્યો હતો. આદેશ બાદ નીચલી કોર્ટને આવા કેસ ચલાવવામાં કોઇ તકલીફ પડી રહી છે કે નહીં? તેમાં કોઇ જરૂરિયાત છે કે નહીં તેનું નિરીક્ષણ કરવા હાઇકોર્ટે સુઓમોટો અરજી કરી છે. જેની સુનાવણી 4 નવેમ્બરે હાથ ધરાશે.સુપ્રીમે તમામ હાઇકોર્ટને ધારાસભ્યો-સાંસદો સામેના પેન્ડિંગ કેસ ઝડપથી ચલાવવા આદેશ કર્યો હતો. જેને પગલે હાઇકોર્ટે તમામ જિલ્લા અને તાલુકા કોર્ટને ધારાસભ્યો અને સાંસદોની યાદી મોકલી હતી. આદેશ બાદ એક સપ્તાહમાં લગભગ 5 ધારાસભ્યો સામેના કેસની સુનાવણી પૂર્ણ કરી દેવાઈ હતી. સુપ્રીમના આદેશનું પાલન કરવા હાઇકોર્ટે સુઓમોટો અરજી કરીને તમામ જિલ્લા કોર્ટમાં જયા ધારાસભ્યોના કેસ ચાલી રહ્યા છે તેનું નિરીક્ષણ કરશે.

Download Our B K News Today App



Related News