જેણે ટેક્સ સંબંધિત ગુનો કર્યો હશે તેનો ધરપકડના આદેશ સાથે એરેસ્ટ મેમો ફરજિયાત આપવો પડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-28 13:17:44
  • Views : 337
  • Modified Date : 2020-10-28 13:17:44

                         જીએસટી વિભાગના અધિકારીઓએ વેપારીઓને સમન્સ પાઠવતા હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી. કોર્ટે જીએસટીના કાયદામાં આરોપીઓની ધરપકડ અને કાર્યવાહી કરવા માટે યોગ્ય નિયમો ઘડવા આદેશ કર્યો છે, સાથેસાથે કેટલાક મહત્ત્વના નિર્દેશો કર્યા છે. કોર્ટે જીએસટી વિભાગને એવી ટકોર કરી છે કે, આરોપીઓ સામે યોગ્ય આધાર કે પુરાવા ન હોય તો તેની ધરપકડ ન કરી શકાય તેની સામે માત્ર શંકાને આધારે કાર્યવાહી કરી શકાય નહીં. કોઇપણ વ્યક્તિએ ટેક્સ સંબંધિત કોઇ ગુનો કર્યો હોય તો ધરપકડના આદેશ સાથે એરેસ્ટ મેમો ફરજિયાત આપવાનો રહેશે. જીએસટીએ વેપારીઓને સમન્સ ફાળવતાં વેપારીએ હાઇકોર્ટમાં તેની કાયદેસરતાને પડકારી હતી. કોર્ટે નિર્દેશ કર્યો હતો કે, અધિકારીઓએ વેપારીની ધરપકડ અંગેની વિસ્તૃત માહિતી દર્શાવી ન હોય તો કોર્ટ તે વ્યક્તિની ધરપકડ કરવાનો ઈનકાર કરી શકે છે. ધરપકડ સમયે ગુનો કોગ્નિઝેબલ છે કે નોન કોગ્નિઝેબલ છે, તે નક્કી કરવાની સીઆરપીસીની પ્રક્રિયા પૂરી કરવાની રહેશે. જ્યારે કાનુની કાર્યવાહી શરૂ કરી દીધી હોય ત્યારે જીએસટીની આકારણી કરવી યોગ્ય નથી.હાઈકોર્ટે આદેશ કર્યો કે, ટેક્સ સંબંધિત વિવિધ કેસમાં આરોપીની ધરપકડ કરવા અંગે યોગ્ય ડ્રાફ્ટ બનાવો. હાલની સ્થિતીમાં GST ડિપાર્ટમેન્ટ પાસે આરોપીની ધરપકડ કરવા માટેનો યોગ્ય ડ્રાફ્ટ જ નથી. જીએસટીના કેસમાં આરોપીની ધરપકડ મુદ્દે પારદર્શિતા જળવાય તે જરુરી છે. જેનું જીએસટી અધિકારીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. નોંધનીય છેકે, વર્ષ 2019માં જીએસટી અધિકારીએ શહેરના કઠવાડાના જીઆઈડીસી સ્થિત વ્યાપારિક એકમોને ટેક્સ મુદ્દે સમન્સ પાઠવ્યા હતા. જેની સામે વેપારીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.હાઈકોર્ટે નક્કી કરેલી ગાઈડલાઈન્સ પાંચ કરોડથી વધુની ટેક્સ ચોરીમાં બિન જામીન પાત્ર ગુનો નોંધાઈ શકે GSTના કાયદાની કલમ 73-74માં ધરપકડની કાર્યવાહી થઈ શકશે આરોપીની પુરતા પુરાવા સાથે ધરપકડ થશે, ના કે માત્ર શંકાના આધારે વ્યક્તિના ધંધા પર ખોટી અસર પડે તે રીતે ધરપકડ કરવી નહીં કાર્યવાહી કરતી વખતે વ્યકિતના સન્માનનું ધ્યાન રાખવું રેરેસ્ટ ઓફ રેર કેસમાં જ ટેક્સ ચોરીના આરોપીની ધરપકડ કરો ધરપકડ મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા અને માર્ગદર્શિકાનુ પાલન કરવું કાયદાની પ્રક્રિયાનું પાલન કર્યા વગર ધરપકડ કરી ન શકો ઈનપુટ ટેક્ટ ક્રેડિટની હકીકત છુપાવીને મેળવી હોય તો ધરપકડ

Download Our B K News Today App



Related News