દાંતો વચ્ચેની જગ્યામાં છુપાયેલા છે કિસ્મતનાં રહસ્યો, આ છે જાણવાની સરળ રીત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-15 17:17:14
  • Views : 229
  • Modified Date : 2022-04-15 17:17:14

 

દાંતો વચ્ચે જગ્યા હોવી ભાગ્યની નિશાની માનવામાં આવે છે

કિસ્મત ક્યારેય નથી છોડતી સાથ

દાંતો વચ્ચે જગ્યા સુંદરતામાં ઘટાડો કરે છે 

સુંદરતામાં દાંતનું ખૂબ જ મહત્વ હોય છે. જો દાંત ન હોય કે ઉબડખાબડ હોય તો સુંદરમાં સુંદર વ્યક્તિ પણ પોતાનું આકર્ષણ ખોઈ બેસે છે. એટલા માટે લોકો પોતાના દાંતોને સુંદર, ચમકતા બનાવવા માટે ઘણા પ્રકારો અજમાવે છે. સમુદ્ર શાસ્ત્રમાં દાંતોનાં માધ્યમથી વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય જાણવાની રીતો જણાવી છે. આમાદાંતો વચ્ચે ગેપને લઈને વાત કરવામાં આવી છે. 

 

દાંત વચ્ચે ગેપ શુભ કે અશુભ?
સામુદ્રિક શાસ્ત્ર  કે સમુદ્ર શાસ્ત્ર અનુસાર, દાંતો વચ્ચે જગ્યા હોવી ભાગ્યશાળી હોવાની નિશાની છે. જોકે આ ગેપ સુંદરતા ઘટાડે છે પરંતુ કિસ્મત ક્યારેય સાથે છોડતી નથી. 

સમુદ્ર શાસ્ત્ર અનુસાર, જે લોકોના દાંતો વચ્ચે ગેપ હોય છે, તે ખૂબ જ જ્ઞાની અને પ્રતિભાશાળી હોય છે. આવા લોકો ન કેવળ સફળતા મેળવે છે, પરંતુ લોકોની મદદ કરવામાં પણ હંમેશા આગળ રહે છે. 

જો નોકરી કરતા માણસનાં દાંત વચ્ચે જગ્યા છે, તો તે પોતાના ક્ષેત્રમાં ઊંચા પદ સુધી પહોંચે છે. 

દાંતો વચ્ચે ગેપ હોવો વ્યક્તિનાં ખુલ્લા વિચારો તરફ સંકેત કરે છે. આવા લોકો હંમેશા અર્થપૂર્ણ વાત કરે છે અને લોકોને જલ્દી માફ કરવામાં પણ ભરોસો રાખે છે. 

દાંતો વચ્ચે જગ્યા હોવી એ વ્યક્તિની હિંમત ન હારવાની નિશાની પણ કહી શકાય. આવા લોકો છેલ્લે સુધી લડતા રહે છે. તેમના વિચારો હંમેશા સકારાત્મક હોય છે. 

દાંતો વચ્ચે ગેપ હોવો એ દર્શાવે છે કે વ્યક્તિ જાતજાતનું ભોજન લેવાનો શોખિન છે. 

જે લોકોના દાંત વચ્ચે જગ્યા હોય છે, તે પોતાની આર્થિક સમસ્યાઓને સમજદારીથી નીપટાવે છે. એટલા માટે તેઓ આર્થિક રીતે હંમેશા મજબૂત રહે છે. 

 

 

Download Our B K News Today App



Related News