હીરો મોટોકોર્પ ના ચેરમેન અને MD પવન મુંજાલને ત્યાં IT ના દરોડા, શેરની વેલ્યૂ ડાઉન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-23 12:27:47
  • Views : 249
  • Modified Date : 2022-03-23 12:27:47

Hero Motocorp ના ચેરમેન  પવન મુંજાલને ત્યાં IT ના દરોડા 

મુંજાલ વિરુદ્ધ બોગસ ખર્ચ દર્શાવવાનો આરોપ 

Hero MotoCorpના શેરમાં પણ ઘટાડો

ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા બુધવારે હીરો મોટોકોર્પના ચેરમેન અને MD પવન મુંજાલનાં પરિસર પર છાપેમારી કરવામાં આવી હટી. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે તેઓની ઓફિસ અને તેમના ઘરે બંને સ્થળે હાલ સર્ચ ચાલી રહ્યું છે. 

બોગસ ખર્ચ દર્શાવવાનો આરોપ 
MD પવન મુંજાલ વિરુદ્ધ આરોપ છે કે તેમણે પોતાના ખાતામાં ખોટા  બોગસ ખર્ચ બતાવ્યા હતા ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા  આઅ મામલે સવારથી છાપેમારી કરવામાં આવી રહી છે. આઇટીની ટીમને કેટલાક શંકાસ્પદ ખર્ચ મળ્યા હોવાની માહિતી છે. 

શેરની વેલ્યૂ થઈ ડાઉન 
જોકે, Hero MotoCorp કે IT વિભાગે હજુ સુધી અંગે સત્તાવાર રીતે કંઈ જણાવવામાં નથી. જોકે માર્કેટમાં સમાચાર વહેતા થઈ જવાના કારણે Hero MotoCorpના શેરમાં પણ ઘટાડો થવા લાગ્યો છે. દરોડા સામે આવ્યા તે પહેલા હીરો મોટોકોર્પનો શેર બીએસઈ પર નફામાં ટ્રેડ થઈ રહ્યો હતો. તે જાણતાની સાથે શેરે તમામ ગતિ ગુમાવી દીધી. સવારે 10:30 વાગ્યા સુધીમાં હીરો મોટોકોર્પનો સ્ટોક 2 ટકા સુધી ઘટી ગયો હતો.

Download Our B K News Today App



Related News