40 ટકા લોકોમાં એન્ટીબોડી લુપ્ત થતા તેઓ ફરી કોરોના સંક્રમણનો ભોગ બની શકે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-22 15:08:49
  • Views : 328
  • Modified Date : 2020-10-22 15:08:49

       એક સમયે રાજ્યમાં સૌથી વધુ કોરોના કહેર અમદાવાદમાં વર્સી રહ્યો હતો. ત્યાં હવે દરરોજ 150ની આસપાસ કેસ તેમજ 2થી 3 લોકોના મોત નોંધાઈ રહ્યા છે. એટલે કે હવે અમદાવાદીની હર્ડ ઈમ્યુનિટીનો પાવર પહેલા વધ્યો છે. એએમસીના પહેલા સર્વેમાં અમદાવાદના લોકોમાં હર્ડ ઈમ્યુનિટીનો પાવર 17 ટકા હતો, જ્યારે હવે તે વધીને 23 ટકાની આસપાસ પહોંચી ગયો છે. જેના કારણે રાજ્યના અન્ય મોટા શહેરોની સરખામણીમાં અમદાવાદમાં કોરોના કેસોની સંખ્યા ઓછી થઈ રહી છે. સાથે જ ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યામાં પણ ઝડપથી વધારો નોંધાયો છે. હવે AMC દ્વારા હર્ડ ઈમ્યુનિટીનો ત્રીજો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.ત્રીજો સર્વે શરૂ થતા શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર એન્ટિબોડી ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. AMC દ્વારા પ્રથમ સર્વેમાં 25થી 30 હજાર સ્થાનિકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં 17 ટકાની આસપાસ હર્ડ ઈમ્યુનિટી નોંધાઈ હતી. ત્યારબાદ 15 ઓગસ્ટથી બીજા સર્વેની શરૂઆત થઈ હતી જેમા 10 હજારથી વધુ લોકોના એન્ટિબોડી ટેસ્ટ થતા હર્ડ ઈમ્યુનિટી 23 ટકાની આસપાસ નોંધાઈ હતી. ત્યારે હવે શહેરમાં ત્રીજા સર્વેની શરૂઆત થઈ છે. છેલ્લા દોઢ મહિનામાં અમદાવાદીઓની હર્ડ ઈમ્યુનિટીમાં 5 ટકાની આસપાસનો વધારો થયો છે.ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ પદ્મશ્રી ડો.તેજસ પટેલે જુલાઈ મહિનામાં જણાવ્યા હતું કે, કોટ વિસ્તારમાં 50 ટકાથી વધુ લોકો સંક્રમિત થયા હોવાનું હું માનું છું. જેથી લોકોમાં હર્ડ ઇમ્યુનિટી આવી જાય છે, અને બાકીનાં એરિયામાં ધીરે ધીરે આવી જશે. કોરોનાના કેસ ઘટવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે. કોવિડ વર્સીસ નોન કોવિડનો તફાવત જાણીને સારવારથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના વડા અને મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ હર્ડ ઇમ્યુનિટી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે 10,000 લોકો પર બીજો સર્વે કર્યો હતો, આ સર્વેમાં 23.24 ટકા પોઝિટિવિટી આવી છે જે દોઢ મહિનામાં પાંચ ટકા વધી છે અને આ નજીવો વધારો છે. તેમજ એન્ટીબોડી સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 40 ટકા લોકોમાં એન્ટીબોડી લુપ્ત થયેલી જણાય છે અને તેઓ ફરી કોરોના સંક્રમણનો ભોગ બની શકે છે. તેઓએ આ સર્વેના મુખ્ય ત્રણ તારણો તેઓએ જણાવ્યા હતા કે હર્ડ ઇમ્યુનિટી ઓછી કરવા કોર્પોરેશન દ્વારા અસરકારક પગલાં લીધા છે. 23.24 ટકા પોઝિટિવિટી આવી છે અને હર્ડ ઇમ્યુનિટી માટે 70થી 80 ટકા પોઝિટિવિટી જરૂરી છે. એકવાર કોરોનાગ્રસ્ત થયેલા વ્યક્તિમાં એન્ટી બોડી ટકતી નથી, જેમાં 40 ટકા લોકોમાં એન્ટીબોડી લુપ્ત થયેલું એવું દર્શાવે છે કે તેઓ ફરી કોરોના સંક્રમણનો ભોગ બની શકે છે અને તેનો વધુ સર્વે જરૂરી છે. આ સંજોગોમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે જાહેર સ્થળે માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ અને સાબુથી હાથ સાફ કરવા જરૂરી છે.

Download Our B K News Today App



Related News