આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ વરસ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-08-03 18:41:14
  • Views : 204
  • Modified Date : 2024-08-03 18:41:14

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વલસાડના વાપીમાં 7 ઈંચ વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે. પારડીમાં 4.5 ઈંચ વરસાદ અને ધરમપુરમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉમરગામમાં 3.9 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ 9 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત 20 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે છે. ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ફરી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે સુરત, નવસારી, વલસાડમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. અરવલ્લી, નર્મદા, ડાંગમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે.

 

Download Our B K News Today App



Related News