સૌરાષ્ટ્ર 15 ઈંચ સુધીના વરસાદથી પાણી-પાણી, દરિયો તોફાનીઃ વલસાડ લાંગરેલી બોટો જાફરાબાદ પહોંચી ગઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-24 13:48:42
  • Views : 424
  • Modified Date : 2020-08-24 13:48:42

    છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. સૌરાષ્ટ્રમાં 1થી લઈને 15 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આથી ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. તેમજ ગુજરાતના દરિયામાં હાઈટાઈડની સ્થિતિ જોવા મળતા દક્ષિણ ગુજરાતની બોટા જાફરાબાદ દરિયાકાંઠે આવી પહોંચી છે. વલસાડ તરફ સમુદ્ર ગાંડોતૂર બનતા બોટો જાફરાબાદ બંદરે પહોંચી છે. મધ દરિયે દરિયાએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. જાફરાબાદ લાઈટહાઉસની સામે પહોંચતા 1 બોટમાં પાણી ભરાયું હતું. જાફરાબાદની બોટો દરિયામાંથી ખેંચી ચાલકો જાફરાબાદ બંદર પહોંચાડી રહ્યા છે. જાફરાબાદના માછીમારો દક્ષિણ ગુજરાતની બોટ માટે મદદે આવ્યા છેગોંડલમાં 24 કલાકમાં 10 ઈંચ વરસાદથી હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. વેરી તળાવ 4 ફૂટે ઓવરફલો થતા ગોંડલી નદી ગાંડીતૂર બની છે. તંત્ર દ્વારા સાયરન વગાડી જાણ કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગોંડલના ત્રાકુડા ગામે બે મકાન ધરાશાયી થયા છે.

Download Our B K News Today App



Related News