ડીઝલના ગોદામમાં લાગી ભીષણ આગ…

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-25 09:10:23
  • Views : 90
  • Modified Date : 2024-01-25 09:10:23

મુંબઈમાં આગ લાગવાની દુર્ઘટનાનો બનાવ સામે આવ્યો છે.મુંબઈના ગોરેગાંવ રામ મંદિર વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઇ હતી.અહીંના આસમી ઈન્ડસ્ટ્રીયલ કૉમ્પલેક્સમાં ભીષણ આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, કોમ્પલેક્સમાં ડીઝલ ગોડાઉન અને સ્ક્રેમ મટિરિયલની દુકાનો હોવાથી તે પણ આગની ચપેટમાં આવી ગઇ હતી, જે બાદ સિલિન્ડરોમાં પણ બ્લાસ્ટ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, મામલાની જાણ થતાં જ ઘટનાસ્થળે 10 ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી અને આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી, સિલિન્ડર બ્લાસ્ટનો અવાજ એટલો ભયંકર હતો કે કે, દૂર દૂર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો.સુરક્ષાના કારણોસર ઘટનાસ્થળની પાસેના રામ મંદિર બ્રિજને બંધ કરી દેવાયો હતો. આ પુલ મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને એસવી રોડ સાથે કનેક્ટ છે, તેથી અહીં વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. આગ કયા કારણોસર લાગી, તેની માહિતી હજુ સામે આવી નથી.,ઘટનાના થોડા કલાકો પહેલા ગોરેગાંવમાં જ એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં પણ આગ લાગી હતી. આ ઔદ્યોગિક સંકુલમાં ડીઝલના વેરહાઉસ અને ભંગારની દુકાનો આવેલી છે. આ આગ કેવી રીતે લાગી, તેની પાછળના કારણો હજુ જાણી શકાયા નથી. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ગોરેગાંવમાં એક હાઈરાઈઝ ઈમારતમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.તમને જણાવી દઈએ કે, આ પહેલા 13 જાન્યુઆરીએ મુંબઈના ડોમ્બિવલી વિસ્તારમાં એક બહુમાળી રહેણાંકમાં આગ લાગી હતી. ખોની પલાવાના ડાઉનટાઉન બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટના કારણે આ અકસ્માત થયો હતો. સાતમા માળે લાગેલી આગ ટૂંક સમયમાં ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ હતી. જોકે, સદ્નસીબ વાત એ હતી કે બિલ્ડિંગમાં લોકો ત્રીજા માળ સુધી જ રહેતા હતા. આથી આગ લાગ્યા બાદ તરત જ ત્યાં રહેતા તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને કોઈ જાનહાની થઈ ન હતી.

Download Our B K News Today App



Related News