જોધપુરમાં ફરી પોલીસ પર પથ્થરમારા બાદ ભારેલો અગ્નિ, લાઠીચાર્જ બાદ ભારે ફોર્સ તૈનાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-03 11:51:19
  • Views : 278
  • Modified Date : 2022-05-03 11:51:19

 

જોધપુરમાં મોડી રાતે અથડામણ થયું

બે સમુદાય વચ્ચે હિંસક સંઘર્ષ થયો

પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો

રાજસ્થાનના જોધપુરમા મોડી રાતે ઝંડા અને લાઉડસ્પિકર લઈને ફરી એક વાર હોબાળો થયો હતો. સવાર સવારમાં પથ્થરમારો પણ થયો હતો. જે બાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આપને જણાવી દઈએ કે, સોમવાર રાતે જ જોધપુર શહેરના જાલોરી ગેટ ચોક પર ઈદની પૂર્વ સંધ્યાએ ભારે હોબાળો થયો હતો. હવે ત્યાં ફરીથી પથ્થરમારો થયો છે. જે બાદ પોલીસે ફરી વાર લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

 

પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો

આ અગાઉ પણ ઉપદ્રવિયોથી નિવારણ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટિયર ગેસના ગોળા છોડવા પડ્યા હતા. સમગ્ર જિલ્લા અને શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે ઈન્ટરનેટ પણ બંધ કરી દીધું હતું અને સંવેદનશીલ વિસ્તારમાં ભારે પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી હતી.

બે સમુદાય વચ્ચે હિંસક અથડામણ થઈ

હકીકતમાં જોઈએ તો, શહેરના જાલોરી ગેટ ચોક પર આવેલા સ્વતંત્ર સેનાની બાલ મુકુંદ બિસ્સાની મૂર્તિ પર ઝંડા લગાવવા અને સર્કલ પર ઈદ સાથે જોડાયેલ બેનર લગાવાને લઈને વિવાદ શરૂ થયો હતો, આ ઉપરાંત ઈદની નમાઝને લઈને પણ ચોક સુધી લાઉડસ્પિકર લગાવવા માટે નારાજ લોકોનું ટોળું જમા થઈ ગયું હતું.

આ દરમિયાન હિન્દુ લોકોએ ભારે નારેબાજી કરતા ઝંડા બૈનર હટાવી દીધા હતા. આ દરમિયાન વિરોધ પણ થયો હતો. બાદમાં સામેનો પક્ષ સક્રિય થયો અને ચોક પર ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા. બાદમાં પથ્થરમારો થયો. ભીડે લાઉડસ્પિકર ઉતારી લીધા હતા. પોલીસે પણ ઉપદ્રવીઓને કાબૂમાં લેવા માટે હળવો બળપ્રયોગ કર્યો હતો. 

ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી

આ અથડામણથી જિલ્લા અને શહેરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. પ્રશાસન તરફથી એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં લાવવા માટે જિલ્લામાં 3 મે રાતના 1 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. 

પત્રકારોને પણ માર્યા

આ દરમિયાન મીડિયા કર્મી સાથે પણ પોલીસને વિવાદ થયો હતો. પત્રકારોને પણ લાઠીઓ મારવામાં આવી હતી. એક પત્રકારની ગંભીર ઈજા પણ થઈ હતી. પત્રકારે તેનો વિરોધ કરીને જનતા માટે રસ્તા પર ધરણા કર્યા હતા.

 

Download Our B K News Today App



Related News