માર્ચમાં દેશમાં ગરમીએ 121 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ગુજરાતને એપ્રિલ-મે કાઢવા આકરા બની રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-03 12:08:14
  • Views : 274
  • Modified Date : 2022-04-03 12:08:14

માર્ચમાં દેશમાં ગરમીએ 121 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ગુજરાતને એપ્રિલ-મે કાઢવા આકરા બની રહેશે

ભારતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી જોવા મળી રહી છે. 1901 બાદ પ્રથમ વખત માર્ચ મહિનામાં દેશના અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. IMD એ લોકોને એલર્ટ કર્યાં છે કે, દેશના 9 રાજ્યોમાં હીટ વેવની સંભાવના છે. માર્ચ 1901માં સરેરાશ તાપમાન 32.5 સેલ્સિયસ હતું. પરંતુ આ વર્ષે માર્ચમાં સૌથી વધુ તાપમાન ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં નોંધાયું હતું. જેમાં રાજધાની દિલ્હીમાં સરેરાશ તાપમાન 36.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો ગુજરાતમાં તાપમાનનો પારો 40 ડિર્ગીની આસપાસ પહોંચી ગયો છે. એટલું જ નહીં પણ એપ્રિલમાં પણ અગવર્ષા યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. 

આ 9 રાજ્યોમાં હીટવેવની આગાહી
આગામી થોડા દિવસોમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પૂર્વ યુપી, છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, ગુજરાત, ઝારખંડ અને વિદર્ભ પ્રદેશમાં હીટવેવ આવી શકે છે. રાજધાની દિલ્હીમાં 4 થી 8 એપ્રિલની વચ્ચે તાપમાન 40 થી 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. IMD એ 9 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યુ છે. સાથે જ લોકોને સાવચેતી રાખવા જણાવ્યુ છે. 

હાલમાં સમગ્ર ગુજરાતમાં ગરમીની આગાહી કરવામાં આવી છે અને ઉનાળાના આરંભથી જ 40 ડિગ્રી જેવી ગરમી વરસવા લાગી છે. સૂર્ય રીતસરના આગના ગોળા વરસાવી રહ્યો હોય તેવી સ્થિતિ છે. ગુજરાતના લગભગ દરેક શહેરોમાં ગરમી પ્રસરી ગઈ છે. 

આ રીતે હીટવેવથી બચો

સવારના વહેલા કે સાંજના મોડેથી જ્યારે થોડી ઠંડક હોય ત્યારે જ બહાર નીકળવાનું રાખવું. 

એર કન્ડિશન ટેવાયેલા વ્યક્તિઓએ તો ખાસ ધ્યાન રાખવું. 

પાણી કે પ્રવાહી વિપુલ પ્રમાણમાં લેવા. 

તરબૂચ, પપૈયા, સક્કરટેટી, મોસંબી, નારંગી જેવા ફળોનો વધારેમાં વધારે ઉપયોગ કરવો. 

લીંબુ પાણી કે નાળીયેર પાણી પણ પ્રમાણમાં લેવા. 

મહદંશે શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું પ્રમાણ જળવાય તો હિટ વેવથી શરીર બચી શકશે.

 

Download Our B K News Today App



Related News