હાર્દિક! તું કેપ્ટન બનવાને લાયક જ નથી, સિનિયર ખેલાડી પર ગુસ્સો કાઢવા બદલ ફેન્સ બગડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-13 14:08:59
  • Views : 255
  • Modified Date : 2022-04-13 14:08:59

 

મોહમ્મદ શામી પર ભડક્યા હાર્દિક પંડ્યા 

મોહમ્મદ શામી ન પકડી શક્યા કેચ 

ગુજરાત ટાઈટન્સને મળી આ સીઝનની પહેલી હાર 

 

હાર્દિક પંડ્યા ભરાયા ગુસ્સે 

ક્રિકેટનાં મેદાન પર જીત મેળવવા માટે દરેક પ્લેયર પોતાનું સર્વસ્વ લુંટાવી દેતો હોય છે. ક્યારેક ક્યારેક આ કોશિશમાં ખેલાડી ભાન ભૂલી જાય છે અને પોતાના સાથે ખેલાડી સાથે એવું વર્તન કરી બેસે છે કે પછી તેને પોતાના વર્તન પર પસ્તાવો થાય છે. કંઈક આવું જ IPLની 21મી મેચમાં જોવા મળ્યું. આ મુકાબલામાં ગુજરાત ટાઈટન્સમાં કેપ્ટન હાર્દિક પંડ્યા પોતાના સાથી અને સિનીયર પ્લેયર મોહમ્મદ શામી પર વરસી પડ્યા. 

 

જણાવી દઈએ કે ગુજરાત ટાઈટન્સે આ સીઝનમાં પોતાની પહેલી હારનો સામનો કરવો પડ્યો. સનરાઈઝર્સ હૈદરાબાદે ગુજરાતને 8 વિકેટથી માત આપી. અ જ હારને કારણે હાર્દિક પંડ્યા પોતાનું ભાન ભૂલી ગયા અને મોહમ્મદ શામી પર ગુસ્સો કરવા લાગ્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

મોહમ્મદ શામી પર ભડક્યા હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા 
મોહમ્મદ શામી પર 13મી ઓવર પર ભડક્યા હતા. પંડ્યા બોલિંગ કરી રહ્યા હતા અને રાહુલ ત્રિપાઠીએ તેમના બોલ પર થર્ડ મેન શોટ રમ્યો હતો અને ત્યાં શામી તૈનાત હતા. બોલ શામી તરફ આવ્યો અને એક સારી કોશિશ તેને કેચમાં પરિવર્તિત કરી શકી હોત પરંતુ આમ બન્યું નહી. શામીએ બોલને પાછળથી જ પકડવો યોગ્ય સમજ્યો. બસ હાર્દિક પંડ્યા આ જોઇને ભડકી ઉઠ્યા. હાર્દિક પંડ્યાએ શામી પર ગુસ્સો વરસાવ્યો અને ઇશારામાં જ કહ્યું કે આ બોલ એક કેચ હોવો જોઈતો હતો. 

મોહમ્મદ શામીએ ન લીધું રિસ્ક 
મોહમ્મદ શામી તે કેચ પકડી શક્યા હોત પરંતુ એક ફાસ્ટ બોલર માટે આવા રિસ્ક લેવા નુકસાનદાયક સાબિત થઇ શકે છે. જો શામી તે કેચ પકડવા જતા ઈજાગ્રસ્ત થઇ જાત, તો ગુજરાત ટાઈટન્સને જ નુકસાન ભોગવવું પડ્યું હોત. બીજી બાજુ હાર્દિક પંડ્યાનું રિએક્શન પણ એક નોર્મલ બોલર જેવું જ છે, જે ઈચ્છે છે કે તેના બોલ પર વિકેટ મળતા બધા જ ચાન્સનો લાભ ઉઠાવવામાં આવે. જોકે ક્રિકેટમાં હંમેશા આમ બનતું નથી. સોશિયલ મીડિયા પર હાર્દિક ખૂબ જ ટ્રોલ થઇ રહ્યા છે. લોકો તેમને એક ખરાબ કેપ્ટન જણાવી રહ્યા છે, જે પોતાના સિનીયર પ્લેયર સાથે સારું વર્તન કરતો નથી. 

 

Download Our B K News Today App



Related News