હ્રદય હજુ ધબકે છે પણ ખબર નહીં જીવીશ કે નહીં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-08 11:06:01
  • Views : 720
  • Modified Date : 2020-07-08 11:06:01

પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામ નજીક નવજાત બાળક પ્લાસ્ટિકની થેલીમાં ફેંકી દીધેલી હાલતમાં મળી આવ્યું હતું. ગુલાબના ફૂલ જેવા કોમળ આ બાળકની કમનસીબી એ છે કે તેને જન્મતાં વેંત માંએ પ્લાસ્ટીક બેગમાં ભરી બનાસકાંઠાના ગઠામણ ગામની સીમમાં ફેંકી દીધું. 108 તેના માટે પ્રાણવાયું બનીને આવી. હાલ પાલનપુર સિવિલમાં જીવન-મરણ વચ્ચે જંગ ખેલી રહ્યું છે. તેની આંખો માને શોધી રહી છે, પણ એ બિચારાને ક્યાં ખબર છે તેની મમ્મીના કારણે જ અહીં છે. માતાની એવી તે કેવી મજબૂરી હતી કે તેને ત્યજી દેવું પડ્યું ?, થોડુંયે વિચાર્યું નહીં હોય કે આ બાળકની આખી જિંદગી કેવી રીતે વીતશે ? શું માં આટલી નિષ્ઠુર બની શકે ખરી ? જવાબ ના જ હોય... પરંતુ આ કિસ્સામાં.... આ બાળકને હાલ સિવિલના શિશુવોર્ડમાં કાચની પેટીમાં રખાયું છે. તેની ટ્રીટમેન્ટ કરી રહેલા ડૉક્ટરના જણાવ્યા મુજબ, હાલત હજુ નાજુક છે, 48 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રખાશે. પાલનપુર તાલુકા પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી  છે.

Download Our B K News Today App



Related News