અમદાવાદના પવિત્ર કુમારનું અપવિત્ર કામ મહિલાને બ્લેકમેલ કરી 40 હજાર પડાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-31 13:54:25
  • Views : 505
  • Modified Date : 2020-07-31 13:54:25

  પાલનપુર શહેરના હાઇવે વિસ્તારમાં રહેતી 54 વર્ષીય મહિલા સાથે ફેસબુક પર મિત્રતા કેળવી ડુપ્લીકેટ નામ ધારણ કરીને 40,000 પડાવી લેનાર અમદાવાદના શખ્સને પાલનપુર મહિલા પોલીસે ઝડપી પાડ્યો હતો. રાહુલ દવે નામ ધારણ કરીને પવિત્ર કુમાર નામના યુવાને છેતરપિંડી આચરી હતી. અમદાવાદના પવિત્ર નામના યુવકે પાલનપુરની 54 વર્ષીય મહિલા સાથે કરેલી વાતચીતમાં રેકોર્ડિંગ કરીને બ્લેકમેલીંગ કરી અલગ અલગ બહાના બતાવીને 40,000 પડાવી લીધા હતા. જે રૂપિયા પાછા આપતો ન હતો. જેને લઇ મહિલા એ પોતાના પતિને સાથે રાખી પાલનપુરમાં મહિલા પોલીસ મથકે યુવક વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પોલીસ તપાસમાં ફેસબુક પર જુદી જુદી ડુપ્લીકેટ આઈડી બનાવી છેતરતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર "પવિત્રકુમાર મનસુખભાઈ દવે નામના યુવાને રાહુલ દવે નામનું ડુપ્લીકેટ ફેસબુક આઇડી બનાવી છેતરપિંડી આચરી હતી. પાલનપુરની મહિલાની સાથે છેતરપિંડીની ફરિયાદ બાદ પવિત્ર કુમાર નામના યુવકની અમદાવાદથી અટકાયત કરાઇ હતી.

Download Our B K News Today App



Related News