હે મા...! મારાથી જીવવાનો હક કેમ છીનવી લીધો?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-29 17:26:37
  • Views : 1224
  • Modified Date : 2020-02-29 17:26:37

કોઇ નિષ્ઠુર માતા અને નિર્દયી પરિવારે આ ફૂલ જેવા કોમળ દીકરાને ધરતી પરનું જીવન જુએ તે પહેલાં તો કેનાલમાં વહાવીને કાયમને માટે તેની આંખો બંધ કરી નાખી... કેવી રીતે જીવ ચાલ્યો હશે તેમનો... કોઇના મોંઢે સાંભળી એ કે નવજાત બાળકને કેનાલમાં નાખી દીધું તોય દિલમાં ધ્રુજારી છુટી જાય છે. આ તે કેવી મમતા.વાત જાણે એમ છે કે, દાંતીવાડા ડેમથી પાટણ તરફ જતી સિંચાઇની નહેરમાં તાજુ જન્મેલું નવજાત બાળક વહેતું વહેતું એક પથ્થર પાસે ફસાઇ ગયું હતું. શનિવારે બપોરે ઢુવા ગામથી બાઇક પર કેનાલના રસ્તે આવી રહેલા વાઘુભાઇ દેસાઇ નામના યુવકે બાળકને તરતું જોતાં તેણે કેનાલમાંથી બહાર કાઢી 108ને ફોન કર્યો. પરંતુ બાળક મૃત હોઇ ડીસા સિવિલમાં પીએમ માટે લઇ જવાયું. પ્રત્યક્ષ દર્શી વાઘુભાઇ દેસાઇએ જણાવ્યું કે, બાળક પાણીમાં રહેવાને લીધે મોત થયું હોઇ શકે, તેને મૃત હાલતમાં ફેંક્યું હતું કે જીવિત તે કહેવું મુશ્કેલ છે. બાળક જ્યાંથી મળ્યું તેનાથી એક કિલોમીટર દૂર નહેરમાં ગેટ આવે છે. એટલે સંભાવના છે કે ત્યાં જ ફેંકવામાં આવ્યું હોય અને વહેતું-વહેતું અહીં સુધી આવી પહોંચ્યું હોય.નવજાતને અવાવરું સ્થળે ફેંકવાની અનેક ઘટનાઓ બનતી રહે છે. પરંતુ આ વખતે બર્બરતાની તમામ હદ નિષ્ઠુર પરિવારે વટાવી હોય તેમ મારવાના જ ઇરાદે ઢીંચણ સમા સિંચાઈ માટે વહેતી અત્યંત ઠંડા પાણીના કેનાલમાં તેને ફેંકી દેવાયો હતો અને બાળકનું મોત થયું.પરંતુ બાળકને આવું મોત આપવાનું કારણ સમજી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે, ગત 9 જાન્યઆરીએ લાખણીના કુવાણા ગામમાં આંતરડું પેટમાંથી બહાર હોવાથી બાળકીને કાંટાની વાડમાં જીવતી ફેંકી દેવાઈ હતી, જેને અમદાવાદના તબીબોએ સમયસર ઓપરેશન કરીને બચાવી લીધી હતી.

Download Our B K News Today App



Related News