વાયુ પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જ મગજને અસર કરે છે, વ્યક્તિની બુદ્ધિક્ષમતા ઘટે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-16 16:44:29
  • Views : 542
  • Modified Date : 2020-01-16 16:44:29


હવામાં પ્રદૂષણ અને આબોહવા પરિવર્તન આપણા શરીર પર કેટલી ખરાબ અસર કરે છે તે વિશે બધા જ જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે પ્રદૂષણની માનસિક અસર પણ થાય છે. આ વાત તાજેતરના એક અભ્યાસમાં બહાર આવી છે.અમેરિકાની કોલોરાડો અને પેન્સિલવેનિયા યુનિવર્સિટીના પ્રોફેસર્સ દ્વારા કરવામાં આવેલાં એક સંશોધનમાં આ વાતની જાણકારી મળી છે. સ્ટડી અનુસાર, ક્લાઇમેટમાં વધતો કાર્બન ડાયોક્સાઇડ આપણી સમજવા-વિચારવાની ક્ષમતામાં ધીમે-ધીમે ઘટાડો કરી રહ્યું છે. આપણી અનેક પ્રકારની પ્રવૃત્તિઓને કારણે આ હાનિકારક ગેસનું સ્તર વધતું જ જઈ રહ્યું છે.સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, કાર્બન ડાયોક્સાઇડની અસરથી વ્યક્તિને કોઇપણ વસ્તુ પર ફોકસ કરવામાં સમસ્યા આવે છે. બહારની સરખામણીએ ઘરની અંદર આ નુકસાનકારક ગેસ વધુ જોવા મળે છે. જે જગ્યાએ જેટલા વધુ લોકો હોય છે ત્યાં એટલો વધારે કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે છે. આ રિસર્ચ ઉંદરોના બચ્ચા પર કરવામાં આવ્યું હતું. તેમને જે રૂમમાં રાખવામાં આવ્યા હતા તે રૂમમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્તર વધારી દેવામાં આવ્યું હતું. જેના કારણે તેમના ચેતાકોષીય તંત્રની વૃદ્ધિ પરિબળનું સ્તર નીચે ગયું અને તેમના મગજનો વિકાસ નબળો પડેલો જોવા મળ્યો. આ મેથેમેટિક મોડેલને લઇને વૈજ્ઞાનિકોએ એક અભ્યાસ કર્યો. આ રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે, આપણે પોતે જ કાર્બન ડાયોક્સાઇડ પેદા કરવાની મશીન છીએ. વૈજ્ઞાનિકો તો એવો પણ દાવો કરી રહ્યા છે કે, જો આ જોખમી ગેસ આ રીતે જ વધતો રહ્યો તો આ સદીના અંત સુધીમાં મનુષ્યની નિર્ણય લેવાની ક્ષમતા લગભગ અડધી થઈ જશે.


Download Our B K News Today App



Related News