યાત્રાધામ ઢીમામાં ભરઉનાળે પશુઓને પીવાના હવાડાઓ ખાલીખમ પડયાં છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-07 11:36:49
  • Views : 546
  • Modified Date : 2019-05-07 11:36:49

વાવ તાલુકાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં ઘણાં સમયથી પશુઓ માટે ગ્રામપંચાયત દ્વારા બનાવેલ પીવાના પાણીના હવાડાઓમાં ખાલીખમ પડયાં છે. તો વળી પીવાના પાણીના અભાવે પશુઓ ટળવળી રહ્યા છે. ત્યારે જગપ્રસિદ્ધ યાત્રાધામમાં પીવાનાં પાણીનાં અભાવે અનેક પશુઓના મોત થયા છે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુઓને
પીવાનું પાણી અને ઘાસચારાની તીવ્ર અછત સર્જાઈ છે. તો વળી પવિત્ર યાત્રાધામ ઢીમામાં
પીવાના પાણીની વિતરણ વ્યવસ્થામાં ફેરફારો કરવાની માંગ ઉઠી છે. સરહદી વિસ્તારમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચ્યો છે. તો વળી મૂંગા પશુઓને પીવાનું પાણી મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ શનિવારે સરહદી વિસ્તારનાં ગામડાઓની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કરી અછતગ્રસ્ત ગામડાઓનાં લોકો સાથે વાતચીત કરીને સમીક્ષા કરી હતી. તો વળી લોકોને સમસ્યાઓને ઝડપી દૂર કરવાની ખાતરી પણ અપાઈ હતી. પવિત્ર યાત્રાધામ ઢીમામાં આશરે ૫૦૦૦ પશુઓને માટે માત્ર બે જ હવાડાઓ છે. અને તે પણ ખાલીખમ જોવા મળ્યાં હતાં. ત્યારે  આ અંગેના અહેવાલો બી.કે.ન્યૂઝમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હોવાં છતાં પણ રેઢિયાળ તંત્રની આંખો ખુલી નથી. ત્યારે ખાલી હવાડાઓમાં કાયમી ધોરણે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News