ખંભાતમાં હથિયાર ધારી ટોળા બૂમો પાડતાં હતાં, આજે પોલીસ જીવતી ન જવી જોઈએ, લાશો પાડી દો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-25 14:29:16
  • Views : 1928
  • Modified Date : 2020-02-25 14:29:16

ખંભાતમાં રવિવારે બપોરે જૂની અદાવતને પગલે બે કોમના ટોળાં સામ-સામે આવી ગયા હતા. બંને કોમના ટોળાંએ એકબીજાના ઘર પર પથ્થરમારો કરી, મકાન-દુકાનોમાં આગચંપી કરી હતી. નોંધનીય બાબત તો એ છે કે, એક તરફ આણંદ જિલ્લાની મોટાભાગની પોલીસ અમદાવાદ ખાતે નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં વ્યસ્ત હતી. ત્યારે જ બીજી તરફ તોફાની ટોળાંએ તોડફોડ કરી હતી. આ બનાવ સંદર્ભે ખંભાત શહેર પોલીસ સ્ટેશને અલગ-અલગ કુલ ચાર ફરિયાદ નોંધાઈ છે. જેમાં રાયોટીંગ, તોડફોડ, હત્યાના પ્રયાસની કલમ હેઠળ ખંભાત શહેર પોલીસના પોલીસ ઈન્સ્પેક્ટર ડી. જી. ચૌધરી સહિત પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી છે. સોમવારે સમગ્ર દિવસ દરમિયાન ખંભાતના અલગ-અલગ વિસ્તારમાં અજંપાભરી શાંતિ રહી હતી. કોમી રમખાણ બાદ અકબરપુર, લાલ દરવાજા, ભાવસારવાડ, ભોઈબારી, પીઠ બજાર, સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખંભાત પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. એલ.સી.બી, એસ.ઓ.જી, ત્રણ એસ.આર.પી ટીમ, એક રેપીડ એક્શન ફોર્સ, ત્રણ ડી.વાય.એસ.પી, સાત પી.આઈ, 11 પી.એસ.આઈ, 107 પોલીસ જવાનો, 100 હોમગાર્ડ સહિતનો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, રેન્જ આઈ.જી સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા રમખાણગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.ખંભાતના લાલ દરવાજા વિસ્તારમાં બે કોમના ટોળાં સામ-સામે આવીને પથ્થરમારો કરે છે તેની જાણ થતાં જ ખંભાત શહેર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેમાં તેમણે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઉશ્કેરાયેલા ટોળાંએ પોલીસને પણ નિશાન બનાવી હતી. જેમાં પોલીસ જવાન લક્ષ્મણભાઈ છગનભાઈ તળપદા પર લોખંડના સળીયાથી ટોળાંએ હુમલો કરતાં તેમના હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ટોળાંને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે પોલીસે કુલ દસ ઓળખાયેલા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ ખંભાત શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ મેહુલકુમાર રજનીકાંન્તે ફરિયાદ નોંધાવી હતી.જેમાં તૌફિક મહેબુબ મલેક (રહે. જહાંગીરપુરા), હસમુખ બચુ, બળવંત સોમા, કિરણ જયંતી, જિજ્ઞેશ જગદીશ, ભાવેશ નવીન( તમામ રહે. લાલ દરવાજા), ભીખા બચુ (રહે. નવી નગરી). દક્ષેશ જયેન્દ્ર, ભરત ગોરધન અને રશીક વિઠ્ઠલ (તમામ રહે. લાલ દરવાજા)નો સમાવેશ થાય છે. તેમના વિરૂદ્ધ રાયોટીંગ, હત્યાના પ્રયાસની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ કતુભાઈએ ખંભાત શહેર પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બંને કોમના ટોળાંએ હથિયારો સાથે એક બીજા પર તેમજ પોલીસની લાશો પાડી દો અેવી બુમો પાડીને હુમલો કર્યો હતો. પોલીસે કેટલાંક માણસોને ઝડપી પાડ્યા હતા. જેમાં જશવંત મગન, અક્ષય જશવંત, નરેશ મગન, સંજય ચુનારા, જયેશ બારોટ, ડાહ્યા ડાભી, રમેશ ચુનારા, તેજેન્દ્ર સોલંકી, કિરણ જાદવ, મહેન્દ્ર ચૌહાણ, પ્રિતેષ બારોટ, ઈન્દ્રવદન બારોટ, રફીકમિયાં સૈયદ, મહમદસફી ભટ્ટી, મહોમ્મદઝમીર મલેક, રીયાઝુદૃીન સૈયદ, મુબીનમીયાં સૈયદ, ઘનશ્યામ પરમાર, અશ્વિન વણકર, હિતેષ ટંક્કર, દિવ્યાંગ ટંક્કર, બાબર ચુનારા, શબ્બીર મલેક, દશરથ ચુનારા, ઈલ્મુદૃીન શેખ, સોહિલ ઉર્ફે બચ્ચો સિરાઝ મલેક, મહમદ સઈદ ઉર્ફે બચ્ચો સીરાઝ મલેક, આમીરહુસૈન ઉર્ફે ભાઈજાન ગુલામહુસૈન શેખ, યાસીનહુસૈન ઉર્ફે ભાઈજાન ગુલામહુસૈન શેખ, વસીમ મલેક, માજીદખાન મલેક, ઈમરાન આમલેટવાળો, લાલો ઉર્ફે વિનેશ ઉર્ફે જાડીયો અરવિંદ ચુનારા સહિત અન્ય એક હજારથી વધુ ટોળાં વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.ખંભાત હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ભીમસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવારે પીરજપુર ભાવસારવાડમાં મુસ્લીમ કોમના ટોળાંં ભેગા થઈ ગયા હતા. હિન્દુ કોમના માણસોના મકાન પર પથ્થરમારો કર્યો હતો. વધુમાં પીરજપુર તથા ત્રણ લીંમડી વિસ્તારના મુસ્લીમ કોમના વધુ ટોળાં આવી ગયા હતા અને બેફામ રીતે હિસક બની હિન્દુ મંદિરમાં તોડફોડ કરી તથા ભાવસારવાડના આજુબાજુના હિન્દુ કોમના મકાનોને તથા વાહનોને આગચંપી કરી હતી. હિન્દુ કોમના ટોળાં સામે આવી ગયા હતા. બંને કોમ દ્વારા સામ-સામે પથ્થરમારો કરાયો હતો. કાજીવાડ, પાંચ હાટડી તથા દડીબા, ત્રણ લીમંડી સહિત આસપાસના બારસોએક મુસ્લીમ સમાજના હથિયારધારી શખ્સોએ હિન્દુઓના મકાનમાં પ્રવેશ કરી આગ લગાડી હતી. ઘરવખરીને નુકસાન પહોંચાડ્યું હતું.પોલીસે ઓળખી કાઢેલા સરફરાઝખાન ઉર્ફે બબલુ યુસુફખાન પઠાણ, સોહેલ ઉર્ફે કાંટો સરફરાઝ સૈયદ, સફદરહુસૈન ઝહીરહુસૈન શેખ, મહમદહનીફ ઉર્ફે બરફન શેખ, મોહસીનખાન ઉર્ફે ચોર યુસુફખાન પઠાણ, મોઈનુદૃીન ગુલામહુસૈન બાદશાહ અને મોઈનુદૃીન બદરૂદૃીન શેખ સહિત અન્ય બારસો મુસ્લીમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસ ઈન્સ્પેકટર ડી જી ચૌધરીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું  કે, બંને કોમના ટોળાંએ હુરીયો બોલાવી ઉશ્કેરણી કરી મકાનોમાં આગ લગાડી, પથ્થરો ફેંક્યા હતા. પોલીસે મહમદમુસ્તાક શેખ, મુફ્તાઝહુસૈન શેખ, મોહમ્મદસાદીક યુસુફ મલેક, અલ્બુલાખાન પઠાણ, મઝફરહુસૈન મલેક, મુફફર આગા, તૌફિક શેખ, રણછોડ ઠાકોર, રવીભાઈ દરજી, સંજય ઠાકોર, ઈકબાલ મયુર પેટલાદવાળો, રફીક મયુર પેટલાદવાળો, વસીમ મહેમુદ, મહેબુબખાન પઠાણ, અઝહર ઈકબાલ પેટલાદી, સોહેલ સીકંદર દહેગામવાળા, સલીમ બટકો, હબીબ સાડીવાળા, ઈલ્યિાસ રહીમ સૈયદ, શબ્બીર દુકાનવાળા, અહેમદ અનવર ટેમ્પો ચાલક, વડુ કટલેશવાળો, મુસ્તાક અકબર સૈયદ, રફીક અકબર સૈયદ, ઈકબાલ હુસૈન સૈયદ, બશીર ઝહીર, ફ્યાદ ગુલામ, ઈમરાન ઈન્હાજ જલાલી, સિકંદર દહેગામવાળા, કાદિર શબ્બીર , કાસીમ શબ્બીર, સોહેલ મકસુદ, ઈરશાન હસન, સાકીરલ હસન, ઈરફાન અકીકવાળા, સોહેલ સીકંદરખઆન પઠાણ, અહેઝાઝબાપુ સૈયદ  , મનોજ ઠાકોર, કનુ માછી, નીકુલ ઠાકોર, ધીરજ ઠાકોર, નયન ઠાકોર, મથુર ઠાકોર સહિત અન્ય હજારથી વધુ હિન્દુ-મુસ્લિમ કોમના ટોળાં વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી.


Download Our B K News Today App



Related News