નર્મદા અને મહીસાગર નદીમાં ધૂળેટી પર્વે ન્હાવા પર પ્રતિબંધ, મહી નદીના હાથીયા ધરામાં ડૂબીને 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 12:07:33
  • Views : 436
  • Modified Date : 2020-03-12 12:07:33

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ધૂળેટી પર્વે નર્મદા અને મહીસાગર નદીમાં ન્હાવા પર પ્રતિબંધ લગાવ્યો છે. વડોદરા નજીક સાવલી પાસે આવેલા લાંછનપુર ગામ પાસેથી મહીસાગર નદીમાં હાથીયો ધરો આવેલો છે, જેમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. મહીસાગરની નદીની આ જગ્યા યુવાઓ કોલેજીયન્સ માટે લવ પોઈન્ટ તરીકે પ્રખ્યાત છે. અહી નદીમાં પથ્થરોની વચ્ચેથી ખળખળ વહેતું નિર્મળ પાણી, નદીના હરિયાળા અને મનોહર કોતર વિસ્તારો એકાંતની પળો માણવા માટે યુવાનોને આકર્ષે છે. જેથી આ જગ્યા લવ પોઈન્ટ તરીકે પ્રખ્યાત બની છે. અહીં આવતા લોકો આનંદ માણવા માટે દુર દુરથી આવે છે પરંતુ તેમના માટે હાથીયો ધરો મોત સમાન બની જાય છે. સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આ જગ્યા પર ન્હાવા માટેનો પ્રતિબંધ હોવાની જાહેર સૂચન લખી હોવા છતાં પણ યુવાનો અહી ન્હાવા માટે અચૂક પડે છે. અને અને ડૂબી જવાને કારણે મોતને ભેટે છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહી નદીના પટમાં એક ગોઝારો હાથીયા ધરાના નામથી ઓળખાતો ધરો આવેલો છે જેમાં દર વર્ષે 10થી 12 લોકો હથીયા ધરામાં ડૂબી જવાને કારણે મોતને ભેટે છે. આ હાથિયો ધરો જાણે લોકોના જીવ લેવા માટે જ બન્યો હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા સહિત આસપાસના ગામના લોકો પણ અહી પીકનીક મનાવવા આવતા હોય છે, જે પૈકી ઘણા લોકો પાણીમાં ન્હાવાનો લ્હાવો કેમ કરી છોડાય તેવુ માની આ ધરામાં નાહવા પડતા હોય છે.

Download Our B K News Today App



Related News