થરાદ હાથાવાડા હત્યા પ્રકરણમાં આરોપીઓને કોવિડ ટેસ્ટ માટે ડીસા મોકલાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-02 13:41:18
  • Views : 559
  • Modified Date : 2020-07-02 13:41:18

થરાદના હાથાવાડા ગામમાં મામી સાથેના અનૈતિક સંબંધોમાં નડતરર ૂપ બનતો મોટાભાઈ શિવરામ કાનજીભાઈ પટેલની હત્યા કરનાર ભાઇ, મામી તેમજ મામીના દીકરાને ઝડપી પાડી કોવિડ હોસ્પિટલ ડીસા ખાતે ટેસ્ટ રિપોર્ટ માટે મોકલાયાં હતા. હાથાવાડા ગામે રહેતી મામી ધુડીબેન પટેલ અને  જાણદી ગામનો  નણંદનો દીકરો થતો  ભાણેજ સવદાસ પટેલ સાથે મામી ભાણેજ વચ્ચે અનૈતિક સંબંધ બંધાતા શિવરામભાઈ પટેલ એકબીજાને નડતરરૂપ બનતાં ભાઈ, મામી તેમજ મામીનો  દીકરો મળી રસ્તામાંથી કાંટો કાઢે તેમ ભાઇનું કાશળ કાઢવા પ્લાન બનાવી હત્યા કરી પુરાવાનો નાશ કરવા મૃતકની લાશને સળગાવી વધેલી અસ્તીઓને નર્મદા નહેરની બાજુમાં ફેંકી ખુદ ભાઇનો હત્યારો પોલીસ મથકે આવી ભાઈ ગુમ થયો હોવાની જાહેરાત આપી હતી. આથી તપાસ કરનાર પોલીસ કર્મચારી રવજીભાઈ ભટ્ટે આ બાબતે તપાસ કરતાં ભાઈ ગુમ થયાની જાહેરાત આપનાર સવદાસ પટેલને તેની મામી ધુડીબેન સાથે અનૈતિક સંબંધ હોવાનું જણાતાં મંગળવારે સવદાસ તેમજ તેનો નાનો ભાઈ અશોકને પોલીસ મથકે બોલાવી ઉંડાણપૂર્વક પૂછપરછ કરતાં સવદાસે પોતાના ભાઈની હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતુું.  હત્યા કરનાર આરોપીઓમાં સવદાસભાઈ કાનજીભાઈ પટેલ, હત્યાનો પ્લાન બનાવનાર ધુડીબેન રખાભાઈ પટેલ, દિલીપ રખાભાઈ પટેલને પોલીસે ઝડપી ત્રણેય હત્યાના આરોપીઓને કોવિડ હોસ્પિટલ ડીસા ખાતે કોરોના ટેસ્ટ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યાં છે. જેઓના ટેસ્ટ રિપોર્ટ રિજન્ટ આવ્યા બાદ અટકાયત કરવામાં આવશે તેવું પીઆઇ જે.બી.ચૌધરીએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News