કોરોના વાયરસમાં હાથ-મોજાં સહિત મેડિકલ કીટની ST કર્મીઓની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 12:19:06
  • Views : 371
  • Modified Date : 2020-03-18 12:19:06

 કોરોના વાયરસના કારણે એસટી કર્મચારીઓએ હાથના મોજા, લીકવીડ સહિત મેડિકલ કીટ પૂરી પાડવા માંગ કરી છે. એસટી મજદૂર સંઘ દ્વારા આ અંગે મહેસાણા વિભાગીય નિયામકને લેખિત રજૂઆત કરી નિયમિત દવા છંટકાવ સાથે કર્મચારીઓના આરોગ્યની જાળવણી માટે નિગમ દ્વારા તમામ કર્મચારીઓને સ્પેશ્યલ નાણાકીય પેકેજ પૂરું પાડવામાં આવે તેવી માંગ પણ કરી છે.

એસટી મઝદૂર સંઘના હોદ્દેદારોએ જણાવ્યું કે, કોરોના વાયરસને લઇને ગુજરાત સરકારે શાળા કોલેજોમાં રજા આપી છે તેમજ લોકોનું ટોળુ એકત્રીત થાય તેવા મેળાવડા ન કરવાની સૂચના અપાઇ છે.

કોરોના વાયરસ કોઇને થયો હોય તેના સંસર્ગ, સંપર્કના કારણે ફેલાય છે. ત્યારે એસટીમાં કામ કરતા ડ્રાયવર, કંડક્ટર, મિકેનિક સ્ટાફ, તેમની ફરજ જાહેર સ્થળે બજાવતા હોઇ મુસાફરોના સીધા સંસર્ગ-સંપર્કમાં રહેતા હોઇ કોરોના વાયરસની ઝપટે સહેલાઇથી આવી શકે છે. સલામતીના પગલાંરૂપે કર્મીઓને મેડિકલ કીટ પૂરી પાડવાની સાથે બસમાં ચડતાં ઉપરતા કર્મીઓને હાથ-મોઢું ધોવા, જંતુરહિત લીકવીડ સાબુની વ્યવસ્થા પૂરી પાડવા, બસોની સાફસફાઇ, નિયમિત જંતુનાશક સ્પ્રે છંટકાવ થાય તેમજ ચાલુ ફરજે કોઇ બીમાર પડે તો કર્મચારીને સંસ્થા તરફથી મેડિકલ સારવાર ફ્રીમાં અપાય, અજુગતા બનાવમાં સ્પેશ્યલ નાણાકીય પેકેજ આપવા માંગ કરાઇ હતી.

Download Our B K News Today App



Related News