હાશ... જિલ્લામાં 165 સેમ્પલ લેવાયા, માત્ર એક જ પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-11 11:37:04
  • Views : 738
  • Modified Date : 2020-08-11 11:37:04

    જિલ્લામાં કોરોના સંક્રમણ સાવ ઘટી ગયું હોય તેમ રોજ રોજ દોઢસોની આસપાસ સેમ્પલ લેવાઈ રહ્યા છે. જેમાંથી એકલ દોકલ સેમ્પલ પોઝિટિવ આવી રહ્યા છે. જિલ્લામાં રવિવારે પણ માત્ર બે પોઝિટિવ કેસ જાહેર કરાયા હતા ત્યારે સોમવારે થરાદના 35 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે 165 સેમ્પલ પૈકી માત્ર એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જિલ્લામાં અત્યાર સુધીમાં 53 ના મોતની સામે 633 લોકો સાજા થયા છે.કુલ આંક 931 એ પહોંચ્યો છે. દાંતા તાલુકા વિસ્તારમાં વસતાં આદીવાસી લોકો માટે આરોગ્ય ધનવંતરી રથ મારફતે રેપીડ ટેસ્ટ દ્વારા કોરોનાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 39 શંકાસ્પદ લોકોનાં રેપીડ કિટ દ્વારા કોરોનાનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે અસરગ્રસ્ત લોકોને દવા સહિત આયુર્વેદીક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું હોવાનું એમ.ઓ.પી.એચ.સી.આરોગ્ય વિભાગ ડૉ.તુષાર નિસાત એ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News