ડાયાબિટીસ રોગ હાર્ટ ફેલ્યર થવા માટે મૂળભૂતકારણ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-16 17:00:13
  • Views : 481
  • Modified Date : 2020-01-16 17:00:13

ડાયાબિટીસથી સ્વાસ્થ્યને અનેક પ્રકારનાં નુકસાન થાય છે. ડાયાબિટીસ હાર્ટ ફેલ્યર થવા માટે મૂળભૂતકારણ છે. ‘માયો ક્લિનિક પ્રોસિડિંગ’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થેયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. આ રિસર્ચ મુજબ હૃદયની રચનામાં કોઈ ફેરફાર ન થયો હોય તો પણ ડાયાબિટીસ ધરાવતા દર્દીઓમાં હાર્ટ ફેલ્યર થવાની સંભાવના વધુ હોય છે.­­અમેરિકાના અકેડેમિક મેડિકલ સેન્ટર દ્વારા કરવામાં આવેલાં આ રિસર્ચમાં ડાયાબિટીસ અને હાર્ટ ફેલ્યર એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.રિસર્ચમાં ૧૧૬ ડાયાબિટીસ દર્દીઓના ડેટાને ડાયાબિટીસ ન ધરાવતા ૨૩૨ લોકોના ડેટા સાથે સરખામણી કરવામાં આવી હતી.૧૦ વર્ષ સુધી કરવામાં આવેલાં આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, રિસર્ચમાં સામેલ ડાયાબિટીસ ધરાવતા ૬ લોકોને હાર્ટ ફેલ્યર થયું હતું. ડાયાબિટીસ ન ધરાવતા લોકોમાંથી માત્ર ૧૨% લોકોમાં જ હાર્ટ ફેલ્યર જોવા મળ્યું હતું.રિસર્ચમાં સામેલ કો ઓથર હોર્ન્ગ ચેન અનુસાર, ‘અમારા રિસર્ચમાં જોવા મળ્યું કે હાર્ટ ફેલ્યર પાછળના મૂળભૂત કારણોમાંથી એક ડાયાબિટીસ છે. અમારા રિસર્ચથી ડાયાબિટીસ અને હાર્ટ ફેલ્યર એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે તે વિશે વિસ્તૃતમાં શોધ કરવા માટે મદદ કરશે. આ પ્રકારની સ્વાસ્થ્યની સમસ્યાની શ્રેષ્ઠ રીતે કેવી રીતે સારવાર કરી શકાય તે જાણવું આવશ્યક છે.’


Download Our B K News Today App



Related News