ખેડૂતો માટે હરખના સમાચાર: 10 કરોડ ખેડૂતોના ખાતામાં PM મોદીએ રૂપિયા ટ્રાંસફર કર્યા, આ રીતે ચેક કરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-31 15:22:10
  • Views : 212
  • Modified Date : 2022-05-31 15:22:10


પીએમ કિસાન સમ્માન નિધિનો 11મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખુશખબર આવી છે. પ્રધાનમંત્રી મોદીએ આજે 31 મે 2022ના રોજ 10 કરોડથી વધારે લાભાર્થી પરિવારોના ખાતામાં 21,000 કરોડ રૂપિયાથી વધારેની રકમ જમા કરાવી દીધી છે. 


પીએમ મોદીએ શિમલામાં આયોજીત ગરીબ કલ્યાણ સંમેલનમાં ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સમ્માન નિધિના રૂપિયા ટ્રાંસફર કર્યા છે. તો વળી રકમ ટ્રાંસફર કરવાની સાથે સાથે પીએમ મોદીએ વીડિયો કોન્ફ્રંસિંગ દ્વારા લાભાર્થી ખેડૂતો સાથે વાતચીત પણ કરી હતી.


પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in પર જાઓ.


હવે ફાર્મર કોર્નરમાં આપવામાં આવેલા Beneficiary List વાળા ઑપ્શન પર ક્લિક કરો.


ક્લિક કર્યા બાદ ખુલનારા વેબપેજ પર પ્રદેશ, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામની જાણકારી માંગવામાં આવશે.


બધી જાણકારી નોંધ્યા બાદ ગેટ રિપોર્ટ પર ક્લિક કરો.


અહીં એક યાદી ખુલી જશે. જેમાં તમે તમારું નામ શોધી શકો છો.


યાદીમાં તમારું નામ છે તો ખાતામાં પીએમ કિસાન નિધિના 2000 રૂપિયા આવશે. 



હેલ્પલાઈન નંબર પર કરો કૉલ


જો યાદીમાં તમારું નામ નથી તો તમે તમારા જિલ્લાના સંબંધિત નોડલ અધિકારી સાથે સંપર્ક કરી યાદીમાં નામ નહીં આવવાનું કારણ જાણી અધૂરી પ્રક્રિયાને પૂર્ણ કરી દો. સિવાય જો તમે સતત બે હપ્તાથી તમારું નામ યાદીમાં આવી રહ્યું નથી તો હેલ્પલાઈન નંબર 011-24300606 પર કોલ કરો. અહીં કોલ કર્યા બાદ તમે તમારું નામ અને અન્ય માહિતી બતાવીને જાણકારી ભરી શકો છો. 



ખેડૂતોના ખાતામાં વર્ષે જમા થાય છે 6000



ઉલ્લેખનીય છે કે કિસાન સન્માન નિધિ હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6000 રુપિયા જમા થાય છે આનાથી ખેડૂતોને થોડી રાહત રહે છે. હવે 31મેના દિવસે કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો રિલિઝ થવા જઈ રહ્યો છે. 


ક્યારે કરશે જાહેર?



પીએમ કિસાન યોજના અંતર્ગત આવનાર 11મો હપ્તો 31 મે 2022ના રોજ બહાર પાડવામાં આવશે. શિમલાના રિજ મેદાનમાં કાર્યક્રમ દરમિયાન પૈસા લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવામાં આવશે.


જરૂર કરાવી લો -કેવાયસી 



જો તમે યોજનાના લાભાર્થી છો તો શક્ય તેટલી વહેલી તકે -કેવાયસી કરાવી લેવું જરૂરી છે. હકીકતે જો તમે આમ નહીં કરો તો તમને મળતો 11મો હપ્તો અટકી શકે છે.


 


Download Our B K News Today App



Related News